ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં ગણાતા મુંબઈ અમદાવાદ બુલેટ પ્રોજેક્ટમાં મહત્ત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. મહારાષ્ટ્રના વિક્રોલી ખાતે ટનલ બોરિંગ મશીનો (ટીબીએમ)ના લોઅરિંગ અને એસેમ્બ્લીની પ્રક્રિયા શરૂ થતાં પ્રોજેક્ટ હવે નવા તબક્કામાં પ્રવેશ્યો છે. આ મશીનનો ઉપયોગ બાંદરા કુર્લા કોમ્પ્લેક્સ (બીકેસી) અને ઘણસોલી નજીક સાવલી વચ્ચે 16 કિલોમીટર લાંબી ટનલ બનાવવા માટે થશે, જે કુલ 21 કિલોમીટરના ભૂગર્ભ કોરિડોરનો મહત્ત્વપૂર્ણ ભાગ છે આ પ્રોજેક્ટની સૌથી વિશેષ બાબત થાણે ક્રીક નીચે બનતી ભારતની પ્રથમ 7 કિલોમીટરની ભૂજળ ટનલ છે.

આ ટનલ દેશ માટે ઇજનેરી ક્ષેત્રમાં ઐતિહાસિક સિદ્ધિ માનવામાં આવી રહી છે. કુલ કોરિડોરમાંથી લગભગ 5 કિલોમીટર ભાગ ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ પદ્ધતિથી પૂર્ણ થઈ ચૂક્યો છે, જ્યારે બાકીના ભાગ માટે અદ્યતન ટીબીએમ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 13.1 મીટર વ્યાસ ધરાવતી આ સિંગલ ટ્યુબ ટનલમાં ડબલ ટ્રેક હશે અને તે 25 થી 57 મીટરની ઊંડાઈએ પસાર થશે, જ્યારે પારસિક ટેકરી નીચે તે લગભગ 114 મીટર સુધી ઊંડાઈએ જશે.વિક્રોલી ખાતે ટીબીએમના મુખ્ય ભાગને લગભગ 56 મીટરની ઊંડાઈ સુધી સફળતાપૂર્વક નીચે ઉતારવામાં આવ્યો છે. લગભગ 170 મેટ્રિક ટન વજન ધરાવતા આ સેગમેન્ટને નીચે ઉતારવાની પ્રક્રિયા ટેક્નિકલ રીતે અત્યંત પડકારજનક ગણાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
