છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પ્રવાસ કરનારા પ્રવાસીઓમાં ભૂલકણાપણું વધી રહ્યું છે એમ તેમના દ્વારા એરપોર્ટમાં ભૂલાયેલી વસ્તુઓના આંકડા પરથી દેખાય છે.
જાન્યુઆરીથી ડિસેમ્બર 2025ના સમયગાળામાં એરપોર્ટમાં 90 હજાર કરતા વધારે વસ્તુઓ પ્રવાસીઓ ભૂલ્યા હતા. 2024ની સરખામણીએ વસ્તુ ભૂલવાની ઘટનામાં 35 ટકાનો વધારો થયો છે. દર મહિને લગભગ સાડા સાત હજાર વસ્તુઓ ખોવાયાની નોંધ થાય છે. મુંબઈ એરપોર્ટ દેશનું બીજા ક્રમનું વ્યસ્ત એરપોર્ટ છે.
મુંબઈ એરપોર્ટમાં દરરોજ લગભગ એક હજાર વિમાનની અવરજવર થાય છે. એમાંથી અંદાજે પોણા બે લાખ પ્રવાસીઓ આવજા કરે છે. પ્રવાસ દરમિયાન સુરક્ષા ચોકી, બોર્ડિંગ ગેટ, લાઉન્જ, ફૂડ કોર્ટ અને અરાઈવલ સ્મોકિંગ લાઉન્જમાં પ્રવાસીઓ ફરતા હોય છે. ત્યાં પ્રવાસી પોતાની વસ્તુ ભૂલી જાય છે.

મુંબઈ એરપોર્ટમાં રોકડ રૂપિયા, ઘરેણા, જરૂરી દસ્તાવેજો, જેકેટ, ફોન, હેડફોન, વોલેટ, પાસપોર્ટ, ચશ્મા, બેલ્ટ, કાંડાં ઘડિયાળ મોટા પ્રમાણમાં ભૂલે છે. આવી ભૂલાયેલી વસ્તુઓની નોંધ મુંબઈ એરપોર્ટના ખોવાયુ અને મળ્યું વિભાગમાં કરવામાં આવે છે.
દર મહિને સરેરાશ સાડા સાત હજાર વસ્તુઓ પ્રવાસીઓ એરપોર્ટમાં ભૂલી જાય છે. વસ્તુઓના માલિકની ઓળખની ખાતરી કર્યા પછી તેમને પાછી સોંપવામાં આવે છે. સંબંધિત પ્રવાસીની 90 દિવસ રાહ જોવામાં આવે છે. એ પછી આ વસ્તુ કસ્ટમ વિભાગમાં મોકલવામાં આવે છે.
વસ્તુઓની સુરક્ષિતતા ધ્યાનમાં લઈને ઈલેકટ્રોનીક્સ વસ્તુઓ લોકરમાં રાખવામાં આવે છે. બેગ અને અન્ય વસ્તુઓ પર યોગ્ય પદ્ધતિથી લેબલ લગાડવામાં આવે છે. આ વસ્તુઓ ખરાબ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે છે. ખોવાયુ અને મળ્યું વિભાગમાં ખાસ કર્મચારીઓ એના માટે નિયુક્ત કરવામાં આવે છે.

2025માં મુંબઈ એરપોર્ટથી 55.6 મિલિયન પ્રવાસીઓની અવરજવર થઈ. મુંબઈ એરપોર્ટે એપ્રિલ 2024માં એક ઓનલાઈન લોસ્ટ એન્ડ ફાઉન્ડ ટ્રેકિંગ સિસ્ટમ શરૂ કરી. એપ્રિલથી ડિસેમ્બર 2024ના સમયગાળામાં ખોવાયેલી 39 હજાર 464 વસ્તુઓની નોંધ થઈ હતી. ખોવાયુ અને મળ્યું વિભાગ ચોવીસ કલાક ને સાત દિવસ કાર્યરત હોય છે. સુરક્ષા તપાસ અને વિમાનમાં પ્રવાસીઓ સૌથી વધુ વસ્તુ ભૂલે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
