નવી મુંબઈમાં વિશ્વ કક્ષાનું 1,૦૦,૦૦૦ બેઠકો ધરાવતું ભવ્ય ક્રિકેટ સ્ટેડિયમ ઊભું કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. મુંબઈ ક્રિક્રેટ એસોસિએશન(એમસીએ) એ આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જે મુંબઈ અને આસપાસના ક્રિકેટ ચાહકો માટે મોટી ખુશખબર માનવામાં આવી રહી છે.
અજિંક્ય નાઈક છેલ્લા કેટલાક અઠવાડિયામાં CIDCO ના મેનેજિંગ ડિરેક્ટર વિજય સિંહને મળ્યા હતા, અને એસોસિએશન ટૂંક સમયમાં જમીન મેળવવાની આશા રાખે છે. એમસીએના પ્રમુખ અજિંક્ય નાઈક એ તાજેતરમાં સીટી અને ઔદ્યોગિક વિકાસ નિગમ(સીડકો)ના મેનેજિંગ ડિરેક્ટર વિજય સિંઘ સાથે અનેક બેઠક કરી છે. આ બેઠકઓમાં સ્ટેડિયમ માટે યોગ્ય જમીન અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ અંગે ચર્ચા કરવામાં આવી છે. એમસીએ ને આશા છે કે ટૂંક સમયમાં જમીન ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થશે.

આ પ્રોજેક્ટ પાછળ રાજ્ય સરકારનો પણ મજબૂત સમર્થન છે. દેવેન્દ્ર ફડણવીસએ થોડા સમય પહેલાં એક લાખ ક્ષમતાવાળું આધુનિક સ્ટેડિયમ બનાવવા માટે વિઝન રજૂ કર્યું હતું. ક્રિકેટ પ્રત્યેના વધતા ઉત્સાહ અને મુંબઈ ક્રિકેટના સમૃદ્ધ ઇતિહાસને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટને ખાસ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
મુંબઈમાં ત્રણ અલગ અલગ મેદાનો પર ટેસ્ટ મેચ રમાઈ છે. મુંબઈ જીમખાના ગ્રાઉન્ડ પર ૧૯૩૩-૩૪માં ઈંગ્લેન્ડ સામે ભારતમાં પહેલી ટેસ્ટ મેચ રમાઈ હતી. જ્યારે બીજા વિશ્વયુદ્ધ પછી , ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) બ્રેબોર્ન સ્ટેડિયમ શહેરનું બીજું મેદાન હતું, જ્યાં 17 ટેસ્ટ માટે ઉપયોગમાં લેવાયું હતું. પરંતુ બ્રેબોર્ન સ્ટેડિયમની માલિકી ધરાવતી સીસીઆઈ અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (એમસીએ) વચ્ચે ક્રિકેટ મેચોની ટિકિટ ફાળવણી અંગેના વિવાદો પછી વાનખેડે સ્ટેડિયમ બનાવવામાં આવ્યું હતું. વાનખેડે સ્ટેડિયમ એ મુંબઈમાં ચર્ચગેટ વિસ્તારમાં મરીન ડ્રાઇવ પાસે આવેલું એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ છે. તે મુંબઈ ક્રિકેટ એસોસિએશનની માલિકીનું અને સંચાલિત છે. તેનું નામ બીસીસીઆઈના ભૂતપૂર્વ પ્રમુખ એસકે વાનખેડેના નામ પરથી રાખવામાં આવ્યું છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમની બેઠક ક્ષમતા 33100 જેટલી જ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
