ઉનાળામાં વધતા તાપમાન વચ્ચે શરીરને ઠંડું રાખવું જરૂરી હોય છે. આ જરૂરી કામ રોજ 1 ગ્લાસ બીલાનું શરબત પીવાથી સરળતાથી થઈ શકે છે. ઉનાળામાં બીલાનું શરબત શરીરને ઠંડુ રાખવાની સાથે ફાયદા પણ કરશે.
ગરમીની ઋતુ શરૂ થાય એટલે લોકોને પાચનની તકલીફો, ડિહાઇડ્રેશન, શરીરમાં સુસ્તી, શરીરનું તાપમાન વધી જવું, લુ લાગી જવી જેવી હેલ્થ પ્રોબ્લેમ થવાનું પ્રમાણ પણ વધી જાય છે. ઉનાળામાં જ્યારે તાપમાનનો પારો 50 ડિગ્રીની નજીક પહોંચે છે ત્યારે હાલત બગડી જાય છે. જોકે આવી ગરમીમાં પણ શરીરને કુદરતી રીતે ઠંડુ રાખવું શક્ય છે. ઉનાળામાં શરીરને નેચરલ ઠંડક મળે તે માટે બીલાનું શરબત પી શકાય છે..
બીલાનું શરબત ઉનાળા માટે વરદાન છે. આ શરબત એવું છે જેને રોજ પી શકાય છે.. બિલાનું શરબત શરીરને સ્વસ્થ અને ઠંડું રાખવામાં મદદ કરે છે. ઉનાળામાં ફ્રીજમાં રાખેલા ખાંડ યુક્ત ઠંડા પીણા પીવાને બદલે બીલાનું શરબત પીશો તો શરીરને વધારે ફાયદા થશે.

ઉનાળામાં બીલાનું શરબત પીવાના ફાયદા ભારત સરકારના આયુષ મંત્રાલયે પણ જણાવ્યા છે.. આયુષ મંત્રાલયના જણાવ્યા અનુસાર બીલીના ફળ જેને બીલા પણ કહેવાય છે તે ફાઇબર, પ્રોટીન, આયરન સહિતના પોષક તત્વોનો ભંડાર હોય છે. ઉનાળામાં બીલાનું શરબત શરીરને ઠંડક આપવાની સાથે બીમારીઓથી પણ બચાવે છે. બીલાનું શરબત એવું પીણું છે જે શરીરને અંદરથી ઠંડુ રાખશે ભલે બહારનું તાપમાન 50 ડિગ્રી હોય. આ શરબત શરીરને ડીહાઈડ્રેટ થતાં પણ બચાવે છે અને શરીરમાં આવતી નબળાઈને પણ અટકાવે છે.
બીલાનું શરબત પીવાના ફાયદા
હાર્ટ રહેશે હેલ્ધી
બીલાનું શરબત નિયમિત પીવાથી બેડ કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત રહે છે જેના કારણે હૃદયની બીમારીઓ થવાનું જોખમ ઓછું થઈ જાય છે.. હાર્ટ પેશન્ટ પણ બીલાનું શરબત ચિંતા મુક્ત થઈને પી શકે છે. બીલાનું શરબત પીવાથી રક્ત શુદ્ધ થાય છે.
સ્કિન રહેશે સારી
બીલાનું ફળ એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. બીલાનું શરબત ઉનાળા દરમિયાન પીવાથી ત્વચા સ્વસ્થ અને ચમકદાર રહે છે. ઉનાળામાં ત્વચા સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ વધી જાય છે આવી સ્થિતિમાં બિલાનું શરબત સ્કિનને ફાયદો કરશે અને સ્કિનને હેલ્ધી રાખશે.

બીલાનું શરબત ક્યારે પીવું ?
બીલાનું શરબત બનાવવા માટે બીલીના ફળનો ગર કાઢી મિક્સર જારમાં લઈ તેમાં ઠંડુ પાણી ઉમેરી ક્રશ કરી લો. તૈયાર કરેલા શરબતને ગાળી લો અને તેમાં સંચળ અને જીરું પાવડર ઉમેરી પી જાવ. તમે ઈચ્છો તો તેમાં સાકર અથવા ગોળ પણ ઉમેરી શકો છો. આ રીતે તૈયાર કરેલું બીલાનું શરબત ઉનાળાના સવારે અથવા બપોરના સમયે પીવું ફાયદાકારક રહે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
