મુલુંડમાં રહેતા અને સીનિયર મેનેજરના પદ પરથી નિવૃત્ત થયેલા પ્રકાશ મહાપુણકર (૬૨)ને તેમની એચડીએફસી લાઈફ ઈન્સ્યોરન્સની મેચ્યોર્ડ પોલિસીની રકમ અપાવવાનો લાલચ આપીને સાયબર ગઠિયાએ રૂા.૩.૪૯ લાખ સેરવી લીધા હોવાની ફરિયાદ સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ તથા નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ઘટનાની વિગત મુજબ પ્રકાશને ૨૧ જાન્યુ.ના એક અજાણ્યા નંબરથી સંજના અવસ્થી નામની મહિલાનો ફોન આવ્યો જેણે પોતે ઈન્સ્યોરન્સ ઓમ્બડ્સપેન કંપનીમાંથી બોલતી હોવાનું જણાવીને તેમની પોલિસી મેચ્યોર્ડ થઈ ગઈ હોવાથી રકમ ક્લેમ કરવા માટે આધાર, પાન કાર્ડ તથા બેંકની વિગતો માંગી હતી.

ત્યારબાદ બીજા દિવસે તેમને તેમના ખાતામાં પોલિસીના માત્ર રૂા.૨૮.૪૨ લાખ જ જમા થયા છે. બાકીની રકમ હોલ્ડ પર છે એવો ઈમેલ પાઠવ્યો હતો અને તે મેળવવા માટે ગઠિયાઓએ આરટીજીએસ, એનઓસી સહિત વિવિધ ચાર્જીસના નામે પ્રકાશપાસે અલગ અલગ હપ્તા મળીને કુલ રૂા.૩.૪૯ લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. બદલામાં ગઠિયાઓએ વીમા લોકપાલ પરિષદનો લોગો ધરાવતી નકલી રસીદો અને ખોટા ઈમેલ મોકલ્યા હતા. જોકે પ્રકાશને છેતરપિંડીનો ખ્યાલ આવી જતાં તેમણે તાત્કાલિક નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
