મુલુંડમાં રહેતા અને નિવૃત્ત બેંક મેનેજર મધુકર આવ્હાડ (૭૨)એ શેરબજારમાં રોકાણ કરીને તગડો નફો કમાવવાની લાલચમાં સાયબર ગઠિયાઓ પાસે રૂા.૪૭.૪૦ લાખ ગુમાવ્યા હોવાની ફરિયાદ પૂર્વ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ ૭ફેબ્રુઆરીના મધુકરનો મોબાઈલ નંબર ક્રોટક સિક્યોરિટીઝ કેપિટલ લીડર્સ નામના વોટ્સએપ ગ્રુપમાં ઉમેરાયો હતો. ગ્રુપની એડમીન અન્વિકા મહેરા અને રાજીવ સપ્તર્ષી દ્વારા ગ્રુપમાં શેરબજાર તથા આઈપીઓ અંગે માર્ગદર્શન આપવામાં આવતું હતું.

પ્રારંભમાં ગ્રુપમાં અન્ય સભ્યોને થતો નફો બતાડીને મધુકરનો વિશ્વાસ જીતવામાં આવ્યો ત્યારબાદ તેમને અન્ય ગ્રુપ કોટક સિક્યોરિટીસ હેલ્પ એન્ડ સપોર્ટમાં ઉમેરવામાં આવ્યા જેમાં ફેક ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરાવીને ગઠિયાઓએ મધુકરને વધુ નફો રળવાની લાલચ આપીને કુલ રૂા.૪૭.૪૦ લાખનું રોકાણ કરાવ્યું હતું.
મધુકરને તેમના બનાવટી વર્ચ્યુઅલ ખાતામાં નફા સાથે કુલ રૂા. ૭૧ લાખ દેખાતા હતા. ત્યારબાદ ગઠિયાઓએ આઈપીઓમાં રોકાણ કરવા માટે મધુકર પાસે રૂા.૧.૩૨ કરોડની માંગણી કરી જોકે મધુકરને શંકા આવતા તેમણે ગુગલ પર આઈપીઓ અંગે તપાસતા તેમના નામ પર કોઈ આઈપીઓ લાગ્યો ન હોવાનું જાણવા મળતા મધુકરની શંકા દ્રઢ બની તેથી તેમણે ૧૬ માર્ચના સાયબર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
