શ્રી ચામુંડા પરિવાર દ્વારા ૨ એપ્રિલ ૨૦૨૬, ગુરૂવાર,ચૈત્રી પૂનમના રોજ શ્રી માં ચામુંડાના જન્મોત્સવ (પ્રાગટ્ય દિવસ-૩૨ મો વર્ષ)ની ઉજવણીનું આયોજન પિમ્પલેશ્વર મહાદેવ મંદિર, ઇંડસ્ટ્રિયલ એસ્ટેટ, ફેસ ૨, ડોમ્બિવલી ઈસ્ટ, ખાતે કરવામાં આવેલ છે. સહુ માતાજી ની ભક્તિ મા રંગાવા અને માં ચામુંડા ના અખંડ આશીર્વાદ મેળવવાનો લાભ લઈ શકે છે. કાર્યક્રમની રુપરેખા આ પ્રમાણે છે. સાંજે ૬ થી માંના રાસ – ગરબા અને ૭.૩૦ થી જાહેર ભંડારો (મહાપ્રસાદ). આ કાર્યક્રમમાં પ્રખ્યાત કલાકાર રિદ્ધિ બેન ભદ્રા, રાજેશ ભાઈ ઠક્કર સાથે વિશાલ સાઉન્ડ માતાજીના ભક્તોને રાસગરબાની રમઝટ જમાવશે. એમ ચામુંડા પરિવારના દીપકભાઈએ અખબારી યાદીમાં જણાવેલ છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
