જ્યારે પણ ઘરમાં વ્રત હોય ત્યારે સિંધવ મીઠાનો ઉપયોગ થાય છે. પરંતુ આજે તમને સિંધવ મીઠાનો ઉપયોગ કરવાથી થતા જે લાભ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તેને જાણીને તમે રોજની રસોઈમાં સફેદ મીઠાને બદલે સિંધવ મીઠાનો જ ઉપયોગ કરતાં થઈ જશો.
વ્રત દરમિયાન જે ભોજન બને છે તેમાં સામાન્ય સફેદ મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિંધવ મીઠું સામાન્ય મીઠા કરતાં વધારે ફાયદાકારક હોય છે. જો તમે રોજની રસોઈમાં સફેદ મીઠાને બદલે સિંધવ મીઠાનો ઉપયોગ કરો છો તો તેનાથી શરીરને ઘણા લાભ થાય છે. આ લાભ કયા છે આજે જાણીએ. આ લાભ વિશે જાણને તમે પણ સફેદ મીઠાને બદલે રોજ સિંધવ મીઠું ઉપયોગમાં લેવા લાગશો.

આહારમાં ફક્ત મીઠું પણ બદલી દેવામાં આવે તો તેની અસર હેલ્થ પર તુરંત જોવા મળે છે. સિંધવ મીઠું શરીરને શા માટે ફાયદો કરે છે તે જાણતાં પહેલા એ જાણીએ કે સફેદ મીઠા અને સિંધવ મીઠા વચ્ચે તફાવત શું હોય ?
સફેદ મીઠું v/s સિંધવ મીઠું
સફેદ મીઠું સમુદ્રમાંથી કાઢવામાં આવે છે. ત્યારબાદ તેના પર પ્રોસેસ કરવામાં આવે છે અને પછી પેકેટમાં પેક કરી વેચાણ કરવામાં આવે છે. સિંધવ મીઠું સમુદ્રમાંથી નથી નીકળતું. આ મીઠું ખનીજની ખાણીમાંથી નીકળે છે. સિંધવ મીઠું એક નેચરલ ખનીજ છે. તેનો રંગ નેચરલી પિંક હોય છે. સફેદ મીઠા કરતાં રોક સોલ્ટ એટલે કે સિંધવ મીઠામાં વધારે સોડિયમ હોય છે. જાણીને આશ્ચર્ય થશે કે સફેદ મીઠામાં સોડિયમ ખૂબ ઓછું હોય છે.
સિંધવ મીઠાથી થતા હેલ્થ બેનિફિટ
હાઈ બ્લડ પ્રેશર
જે લોકોને હાઈ બ્લડ પ્રેશર હોય તેમના માટે સફેદ મીઠા કરતાં સિંધવ મીઠું વધારે સારું ગણાય છે. તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવામાં મદદ મળે છે અને હાર્ટ સંબંધિત બીમારીનું જોખમ ઓછું થાય છે.
સ્ટ્રેસ ઓછો કરે
સિંધવ મીઠું સ્ટ્રેસ મેનેજ કરવામાં મદદ કરી શકે છે. સિંધવ મીઠું સેરોટોનિન અને મેલાટોનિન હોર્મોનનું બેલેન્સ કરવામાં મદદ કરે છે.
સાંધાના દુખાવા
સાંધાના દુખાવામાં પણ સિંધવ મીઠું મદદ કરી શકે છે. સિંધવ મીઠાના ગુણ સ્નાયૂના દુખાવામાં રાહત અપાવી શકે છે.

પાચન તંત્ર સુધરે
સિંધવ મીઠાનો ઉપયોગ કરવાથી પાચન તંત્રને પણ ફાયદો થાય છે. આ મીઠું પાચન સંબંધિત સમસ્યા દુર કરવામાં મદદ કરી શકે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
