મહારાષ્ટ્ર વિધાનસભાએ બુધવારે ભારતીય ન્યાયિક સંહિતા (બીએનએસ) મહારાષ્ટ્ર સુધારા બિલ 2026 બહુમતીથી પસાર કરીને મહિલાઓની સુરક્ષા મજબૂત બનાવવાના દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ બિલ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
મુખ્ય મંત્રીએ ગૃહમાં જણાવ્યું કે, અગાઉ સર્વાનુમતે પસાર કરાયેલો શક્તિ કાયદો કેન્દ્રને મોકલવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં કેન્દ્ર સરકારે બીએનએસ કાયદો લાવ્યો. આ કારણે બંને કાયદાઓ વચ્ચે સંઘર્ષ ટાળવા રાજ્યએ સમિતિ બનાવી હતી. રાજ્ય પોલીસ પ્રમુખની અધ્યક્ષતામાં બનેલી આ સમિતિએ તપાસ કરીને જાણકારી આપી કે શક્તિ કાયદાની બે મહત્ત્વપૂર્ણ જોગવાઈઓ બીએનએસમાં સામેલ થઈ નથી.
મહારાષ્ટ્ર વિધાનસભામાં બીએનએસ સુધારા ચર્ચા દરમિયાન વિપક્ષે કાયદાને લિંગ-તટસ્થ બનાવવાની માંગ કરી,. જાધવે પુરુષોને ન્યાય મળે તે માટે તંત્ર જરૂરી હોવાનું જણાવ્યું, જ્યારે જીતેન્દ્ર આવ્હાડએ કાયદાના દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી. કોંગ્રેસના અસલમ શેખે તપાસ પછી જ કાર્યવાહી કરવાની માંગ કરી. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કાયદાના દુરઉપયોગ અંગે ચિંતા વ્યકત કરી, આ વિશે સૂચનો પર વિચાર કરવાની ખાતરી આપી.

બિલ રજૂ થયા બાદ તેને સમિતિને મોકલવામાં આવ્યું, અને ચર્ચા બાદ વિધાનસભાએ બહુમતીથી તેને મંજૂરી આપી. હવે આ સુધારા કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે. આ સુધારા સાથે મહારાષ્ટ્ર મહિલાઓની સુરક્ષા અને સન્માન જાળવવામાં વધુ કડક અને આધુનિક કાયદાકીય માળખું ઉભું કરનાર રાજ્ય તરીકે આગળ વધ્યું છે.
ડિજિટલ મંચ પર બદનક્ષી જાતીય ગુનો બીજો મહત્વપૂર્ણ સુધારો ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. હવે કોઈ મહિલાની અશ્લીલ, અપમાનજનક કે જાતીય રીતે આક્ષેપાર્થક સામગ્રી ચિત્ર, વિડિયો, ઑડિયો અથવા મેસેજ સોશિયલ મીડિયા, ઈમેઇલ અથવા અન્ય ડિજિટલ માધ્યમ પર પ્રસારિત કરવું જાતીય ગુનો ગણાશે. આ હેઠળ મહિલાની મોર્ફ્ડ તસવીરો, અપમાનજનક પોસ્ટ્સ અથવા ફેક કન્ટેન્ટ પણ આવરી લેવામાં આવશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ બંને સુધારા ભલે નાના હોય, પરંતુ મહિલાઓ સામે વધતા સાયબર ગુનાઓને રોકવામાં અત્યંત અસરકારક સાબિત થશે.
એસિડ પીડિતાની ઓળખ ગોપનીય રખાશે પ્રથમ સુધારા મુજબ હવે એસિડ હુમલાના પીડિતાનું નામ જાહેર કરવું કાયદેસર ગુનો ગણાશે. અત્યાર સુધી બળાત્કાર જેવા ગુનાઓમાં પીડિતાની ઓળખ ગોપનીય રાખવાની જોગવાઈ હતી, પરંતુ હવે આ સુરક્ષા એસિડ પીડિતાઓને પણ આપવામાં આવશે. આથી પીડિતાની માનસિક અને સામાજિક સુરક્ષા વધુ મજબૂત થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
