મુલુંડ-વેસ્ટના ગવાનપાડામાં નવી તૈયાર થયેલી અગ્રવાલ મ્યુનિસિપલ હોસ્પિટલની સામે પ્રાઇવેટ બસો રોજ જાણી ને પણ ત છે. સામનો કરવો હોસ્પિટલની સામેનો વિસ્તાર હાલમાં – બાંધકામ હેઠળ છે અને અહીંનો માર્ગ પહેલેથી જ સંકોચાયેલો છે. આવી સ્થિતિમાં ખાનગી બસો રસ્તા પર પાર્ક થવાથી વાહનવ્યવહાર માટે જગ્યા વધુ ઓછી થઈ જતી હોવાનો દાવો સ્થાનિક નાગરિકો કરી રહ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં સ્થાનિક નાગરિકોએ ટ્રાફિક વિભાગ અને પોલીસ પાસે આવી બસો સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. ખાસ કરીને પીક અવર્સમાં સામાન્ય વાહનો તેમ જ માલથી ભરેલાં ભારે વાહનો માટે પસાર થવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ પરિસ્થિતિ ઘણા દિવસોથી ચાલુ છે છતાં હજી સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી.

ગવાનપાડામાં રહેતા સ્થાનિક રહેવાસીએ જણાવ્યુ હતું કે ‘હોસ્પિટલની સામેનો ભાગ કેટલાક ડ્રાઈવરો દ્વારા ગેરકાયદે પાર્કિંગ માટે ઉપયોગમાં લેવાઈ રહ્યો છે. રસ્તા પર ઊભી રહેલી મોટી બસોને કારણે વાહનોને વળાંક લેવા અથવા પસાર થવા માટે પુરતી જગ્યા રહેતી નથી. પરિણામે ટ્રાફિક ધીમો પડી જાય છે અને ક્યારેક લાંબી લાઈનો લાગી જાય છે. ખાસ કરીને હોસ્પિટલ વિસ્તાર હોવાને કારણે એમ્બ્યુલન્સ તથા ઈમર્જન્સી વાહનોને સમયસર પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે જે દરદીઓ માટે ગંભીર સમસ્યા બની શકે છે.
આ ઉપરાંત રસ્તા પર ચાલી રહેલા બાંધકામને કારણે રસ્તાની પહોળાઈ પહેલેથી જ ઓછી થઈ ગઈ છે. આવા સમયમાં બસો પાર્ક થવાથી રસ્તો લગભગ એકમાર્ગી બની જાય છે. રાતના સમયે લાઇટનો પ્રકાશ ઓછો હોવાને કારણે અકસ્માતનો ભય પણ વધી જાય છે. ઘણી વાર બે મોટાં વાહનો સામસામે આવી જાય ત્યારે લાંબા સમય સુધી ટ્રાફિક અટકી રહે છે અને ડ્રાઈવરોને ઘણી કઠિનાઈનો સામનો કરવો પડે છે. આ મામલે અમે પોલીસ અને ટ્રાફિક વિભાગને હરિયાદો હતી. જોકે તેમણે કાર્યવાહી કરી નથી. અમારી માગણી છે કે તાત્કાલિક અહીં કાર્યવાહી કરવામાં આવે. હોસ્પિટલ વિસ્તારની આસપાસ થતા ગેરકાયદે પાર્કિંગ પર ટ્રાફિક-વ્યવસ્થા સુધરે અને લોકો કડક નિયંત્રણ મૂકવું જરૂરી છે જેથી તેમ જ દરદીઓને આવ-જા કરવામાં મુશ્કેલી ન પડે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
