મુલુંડ LBS માર્ગ સ્થિત હોલમાર્કમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ સેન્ટરમાં એટીએમ સાથે છેડછાડ કરીને રૂા. ૧૦ હજારની તફડંચી કરી હોવાની ફરિયાદ બેંકના અધિકારીએ મુલુન્ડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ફરિયાદ મુજબ ૫ માર્ચના રાત્રે સવા નવ કલાકે એક ગ્રાહકે એટીએમમાંથી રૂા. ૧૦ હજાર ઉપાડવાનો પ્રયાસ કરતા તેને રોકડ મળી નહોતી પરંતુ તેમના બેંક ખાતામાંથી રૂા. ૧૦ હજાર ડેબિટ થયા હોવાનો મેસેજ પ્રાપ્ત થતાં તેમણે બીજા દિવસે સવારે બેંકમાં ફરિયાદ કરી હતી.

બેંકના અધિકારીએ સીસીટીવી કેમેરા ફૂટેજ ચેક કરતા તેજ દિવસે રાત્રે સાડા આઠ વાગ્યે એક અજાણ્યો માણસ એટીએમમાં કોઈ વસ્તુ ફીટ કરતો જોવા મળ્યો હતો અને જ્યારે ઉપરોક્ત ગ્રાહક ટ્રાન્ઝેક્શન કરીને બહાર આવ્યો ત્યારે મશીનમાં અટકેલા પૈસા અને તેમાં લગાવેલી વસ્તુ લઈને નાસી છૂટ્યો હતો. મુલુન્ડ પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ શરૂ કરી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
