ઉનાળાની સીઝન દરમિયાન જ માર્કેટમાં જોવા મળે છે શેતુર. શેતુર ફળ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે ફાયદાકારક પણ છે. ઉનાળામાં શેતુર ખાવાથી થતા ફાયદા વિશે જાણી આ સીઝનમાં શેતુર મળશે ત્યાં સુધી તમે ખાશો.
ઉનાળાની સીઝન દરમિયાન સેતુર ભરપૂર માત્રામાં મળે છે. સેતુરનું ફળ ખાવામાં સ્વાદિષ્ટ હોય છે સાથે જ આ ફળ ઔષધીય ગુણથી પણ ભરપૂર હોય છે. આયુર્વેદમાં પણ સેતુરના ફાયદાનું વર્ણન કરવામાં આવ્યું છે. સેતુર નું ફળ કાચું અને પાકું બંને રીતે ખાઈ શકાય છે આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં કેરી જેવું ખાટું લાગે છે અને જ્યારે તે પાકી જાય છે તો મધ જેવું મીઠું થઈ જાય છે.
સેતુરના પોષકતત્વો
સેતુર એવું ફળ છે જે શરીરને ઠંડક આપે છે અને સાથે જ પોષક તત્વો પૂરા પાડે છે. સેતુરનું ફળ એન્ટિ ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. સેતુર વિટામીન સીનો સમૃદ્ધ સ્ત્રોત છે, તેમાં ફાઇબર સારી એવી માત્રામાં હોય છે. સેતુર ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.

ઉનાળામાં સેતુર ખાવાના ફાયદા
પાચન માટે ફાયદાકારક
સેતુર ફાઇબરથી ભરપૂર ફળ છે તેને ખાવાથી બ્લોટિંગ, પેટનો ગેસ, પેટ ફુલવા જેવી સમસ્યાથી રાહત મળી શકે છે. સેતુરમાં રહેલું ફાઇબર અને એન્ટિ ઓક્સિડન્ટ પાચન શક્તિને બુસ્ટ કરે છે જેના કારણે પેટ સંબંધિત સમસ્યાથી રાહત મળી શકે છે.
આંખ માટે ફાયદાકારક
ગરમીના દિવસોમાં આંખમાં ડ્રાયનેસ વધી જતી હોય છે તેમાં પણ જે લોકો કલાકો સુધી સ્ક્રીન સામે કામ કરતા હોય છે તેમને આંખમાં થાક અને શુષ્કતા વધારે રહે છે. આવા લોકો સેતુરનું સેવન કરે તો લાભકારી સાબિત થાય છે સેતુરમાં એવા તત્વો હોય છે જે આંખનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે.
ત્વચા સંબંધિત સમસ્યા દૂર થશે

એન્ટિ ઓક્સિડન્ટ અને વિટામિન સીથી ભરપુર સેતુર ખાવાથી ત્વચાને ફાયદો થાય છે. સેતુરમાં રહેલા કુદરતી તત્વ સ્કીનને ટોન કરે છે ડાર્ક સ્પોટ ઓછા કરે છે અને પિગ્મેન્ટેશનની સમસ્યા દૂર કરે છે. સેતુર ત્વચા માટે એન્ટી એજીંગ એજન્ટ નું કામ કરે છે તેનાથી ત્વચાની સુંદરતામાં વધારો થાય છે.
હાર્ટ અને ડાયાબિટીસ માટે ફાયદાકારક
સેતુર એવું ફળ છે બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે. એટલે કે સેતુર ડાયાબિટીસના દર્દીઓ પણ ખાઈ શકે છે. સેતુર બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે જેના કારણે હાર્ટ હેલ્થ સારી રહે છે.
લુ થી બચાવે
ઉનાળામાં સેતુર ખાવાથી હીટ સ્ટ્રોક જેવી તકલીફોથી બચી શકાય છે. સેતુરમાં એવા ગુણ હોય છે જે શરીરને ઠંડક આપે છે. એટલા માટે જ ઉનાળાની સિઝનમાં જો સેતુર મળતા હોય તો ચોક્કસથી ખાવા જોઈએ.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
