મુંબઈ છેલ્લા કેટલાક દિવસોથી અસામાન્ય ગરમીનો સામનો કરી રહ્યું છે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં મુંબઈનું સરેરાશ દિવસનું તાપમાન લગભગ 33 ડિગ્રી સેલ્સિયસ રહે છે, પરંતુ છેલ્લા સાત દિવસથી શહેરમાં તાપમાન આ સ્તરને સતત પાર કરી રહ્યું છે. ખાસ કરીને સાંતાક્રુઝ વિસ્તારમાં ચાર દિવસ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું છે.
જ્યારે શહેરના કેટલાક ભાગોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગઈ છે, હવે હીટવેવનો બીજો તબક્કો બે દિવસ પછી ફરી શરૂ થશે એમ હવામાન વિભાગે જણાવ્યું છે. બુધવારે શહેરમાં સરેરાશ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જયારે સાંતાક્રુઝ વેધશાળાએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધ્યું હતું, જે સામાન્ય કરતાં 7.6 ડિગ્રી સેલ્સિયસ વધારે છે, જ્યારે કોલાબા વેધશાળાએ 35.4 તાપમાન નોંધ્યું, જે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી સેલ્સિયસ વધારે છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને ભારતીય હવામાન વિભાગે (આઈએમડી) મુંબઈ, થાણે અને પાલઘર સહિત સમગ્ર મુંબઈ મહાનગર વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું.

મહિનાની શરૂઆતમાં જ તાપમાન ઊંચું: મુંબઈમાં 40 ડિગ્રી સેલ્સિયસ વધુ તાપમાન બહુ દુર્લભ ગણાય છે. છતાં છેલ્લાં 15 વર્ષમાં શહેરે ચાર વખત આ સ્તર પાર કર્યું છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
