મુલુંડ (વે)માં મોર્ગેજ કરાયેલા ફ્લેટને ભાડે આપીને ભાડૂત સાથે છેતરપિંડી કરવાના આરોપસર મુલુન્ડ પોલીસે ફ્લેટના માલિક અને દિલ્હીના વેપારી અશોકકુમાર સિંહ અને તેના પુત્ર ચંદનસિંહ વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે.
મુલુંડના રહેવાસી ફરિયાદી પ્રવિણ શેટ્ટીએ જણાવ્યા મુજબ તેમની પાસેથી પિતા-પુત્રની જોડીએ પાંચ વર્ષ માટે રૂા.૧૫ લાખ ભાડા તરીકે લીધા હતા જે ફ્લેટ સીલ કરવામાં આવ્યા બાદ પણ તેમણે રકમ પરત કરવાનો ઈન્કાર કરી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ પ્રવિણે ૨૦૨૨માં મુલુન્ડમાં સિંહનો એક ફ્લેટ રૂા.૧૫ લાખ આપીને પાંચ વર્ષ માટે ભાડે લીધો હતો. જોકે શેટ્ટીને બાદમાં ખબર પડી કે ફ્લેટ એક ફાયનાન્સ કંપની પાસે ગિરવે મૂકવામાં આવ્યો હતો તેમજ ૨૦૨૨માં ઈડી દ્વારા મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે તેને જપ્ત કરવામાં આવ્યો હતો.
જાન્યુ. ૨૦૨૫માં હોમ ફાયનાન્સ કંપનીના અધિકારીઓએ કોર્ટના આદેશ અને પોલીસ સાથે ફ્લેટ સીલ કરી નાખ્યો હતો, જેને પરિણામે શેટ્ટી પરિવારે ફરજિયાત ફ્લેટ ખાલી કરવો પડ્યો હતો. પ્રવિણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે સિંહની પૂછપરછ કરતા સિંહે શેટ્ટી પરિવાર પાસેથી રૂા. ૧૫ લાખ સ્વીકાર્યા હોવાનું કબૂલ કર્યું હતું. જોકે આ રકમ તેમણે આજ સુધી પ્રવિણને પરત કરી ન હોવાનું જાણવા મળ્યું છે. પ્રવિણ શેટ્ટીએ પિતા-પુત્ર વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
