કચ્છી લોહાણા
શિરીપ કલ્યાણજી સચદે (ઉં.વ. ૬૪) તે સ્વ. કાંતાબેન કલ્યાણજી અરજણ સચદે ગામ મોટી ધુફી હાલે મુલુંડના નાના સુપુત્ર. તે સ્વ. કાંતાબેન કરસનદાસ કુંવરજી પિસતા ગામ બેટદ્વારકા હાલે ઘાટકોપરના નાના જમાઈ. તે પૂજા (પ્રતિમા)ના પતિ. તે સાગરના પિતા. તે માનસીના સસરાજી તા. ૩-૩-૨૬ના રોજ પરમધામ સિધાવેલ છે. તે સ્વ. લીલાવંતી જમનાદાસ, સ્વ. મયાબેન રામદાસ, સ્વ. જયાબેન પ્રાગજી, સ્વ. નિર્મલા વિજયકુમાર, દેવમણી ગોપાલદાસ, જપશ્રી અને સ્વ. ભૂપેન્દ્ર, અંજના નરેશકુમાર, હેમલતા જ્યોતિન્દ્ર, સ્વ. ક્રિષ્ણા કિશોર, સ્વ. માયા અને જગદીશના નાના ભાઈ. પ્રાર્થનાસભા તેમ જ લૌક્કિ વ્યવહાર સદંતર બંધ રાખેલ છે. ચલુદાન કરેલ છે.
હડાળાભાલ નિવાસી હાલ ભાંડુપ મીનાબેન સતીશભાઈ શહ (ઉં.વ. ૮૦) તા. ૨-૩-૨૬ના અવસાન પામેલ છે. તે સતીષકુમાર કેશવલાલ શાહના ધર્મપત્ની. ભદ્રેશ, વૈશાલી, બીજલ, પાયલના મમ્મી. વર્ષા, દીપકકુમાર, સ્વ. વિપુલકુમાર, મુકેશકુમારના સાસુ. ઋષભ, ક્રીશના દાદી. સમતાબેન વ્રજલાલ ગોસાલિયા, શારદાબેન અમૃતલાલ તલસાણિયા, લીલીબેન. નટવરલાલ શાહના ભાભી. પિયર પક્ષે વ્રજલાલ મોતીચંદ શાહ (ચોટીલાવાળા)ના દીકરી. પ્રાર્થનાસભા ૫-૩-૨૬, ગુરુવારના સવારે ૧૦-૧૨ કલાકે. સ્થળ: જૈનમ્ બેકવેટ્સ, એલબીએસ રોડ, ભાંડુપ વેસ્ટ.
કચ્છી રાજગોર
ગામ ભુજ હાલે મુલુંડ, સ્વ. ૉ. લક્ષ્મીબેન ભાઈલાલ ગોરના પુત્રવધૂ તથા ડૉ. સ્વ. દંતિલાલભાઈ ગોરના ધર્મપત્ની ડૉ. કલ્પનાબેન (ઉં.વ. ૮૬) તા. ૨૮/૨/૨૬ના સ્વર્ગવાસ પામેલ છે. જે શે. રાજશ્રીબેન ધીરેનભાઈ શુકલા તથા ડૅ. આશુતોષ ગોરના માતુશ્રી. ધીરેનભાઈ ગુણવંતરાય શુકલા તથા અમીબેન ગોરના સાસુજી. સ્વ. તરુલતાબેન હરિરામ ગોર, નિર્મળાબેન રવિશંકર જોશી, ચંદ્રકલાબેન મુકુંદ જોશી, સ્વ. ડૉ. પ્રવીણભાઈ ગોર તથા રશ્મિકાંતભાઈ ગોરના ભાભી. સુશીલાબેન કિશોરીલાલ પટેલના સુપુત્રી. પ્રાર્થના રાખેલ નથી, લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
કૂતાણા નિવાસી હાલ મુલુંડ ધીરજલાલ છગનલાલ સંઘવી (ઉં.વ. ૯૮) મંગળવાર, તા. ૦૩-૦૩-૨૬ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. ઈન્દુબેનના પતિ. તે સ્વ. જગજીવનદાસ, સ્વ. ત્રંબકભાઈ તથા બાલુભાઈના ભાઈ. તે દમયંતીબેન વસંતરાય, હંસાબેન યોગેશકુમાર, હિતેશ, ભાવેશ, નિલેશ, અજયના પિતાશ્રી. તે મીતાબેન, ફાલ્ગુની તથા વિરાલીના સસરા. તે જૈનમ અને માર્મિકના દાદા. તે માંડાવળવાળા સ્વ માણેકચંદ મોતીચંદ શાહ, તે સ્વ. રામજી ત્રિકમજી કોટેચા (ભાબરાવાળા)ના જમાઈ. લૌક્કિ વ્યવહાર બંધ રાખેલ છે. ઠે. હિતેશ ધીરજલાલ સંઘવી, ૨૬૦૧, ચેરીશ સિટી ઓફ જોય, જે. એસ. ડી. રોડ, લોક એવરેસ્ટની સામે, મુલુંડ (વેસ્ટ).
કચ્છી વિશા ઓશવાળ જૈન
ગુંદાલાના મિતેશ કાંતિલાલ છાડવા (ઉં.વ. ૫૦) તા. ૧-૩-૨૬ના અવસાન પામ્યા છે. રૂક્ષમણીબેન કાંતિલાલ માલશીના પુત્ર. વર્ષાના પતિ. અંશ, યુગના પિતાશ્રી. સ્વ. નિલેશના ભાઈ. ગં.સ્વ. પ્રભાબેન ખુશાલચંદ વીરાના જમાઈ. પ્રા. ક.વિ.ઓ. જીરાવાલા દેરાસર, દેરાસર લેન, ઘાટકોપર ઇ, મુંબઈ ૭૭, ટા: ૨ થી ૩.૩૦.
મકડાના હરખચંદ વેલજી ગાલા (ઉં.વ. ૬૬) તા. ૨/૩/૨૬ના અરીહંત શરણ પામેલ છે. ખેતબાઇ વેલજીના સુપુત્ર, ધનવંતીના પતિ. સ્વ. પ્રેમજી, ભાછુલાલ, સ્વ. મંજુલા, ઝવેર, ભારતીના ભાઇ. નરેડી કેસરબાઇ હીરજી વિસરીયાના જમાઇ, પ્રાર્થના રાખેલ નથી. કે. ધનવંતી હરખચંદ ગાલા, ૨૦૪ બી વિંગ મલ્હાર પેલેસ, માનપાડા રોડ, ડોંબિવલી (ઇ).
ભુજપુરના મધુ અનુપ ભેદા (ઉં.વ. ૭૨) તા. ૧-૩-૨૬ના અરીહંત શરણ પામ્યા છે. કસ્તુરબેન રામજી ભેદાના પુત્રવધૂ સ્વ. અનુપના પત્ની. તનુના મમ્મી. નારાણપુર ખેતબાઇ પ્રેમજી વોરાના પુત્રી. ગુણવંતી, ઇંદીરા, માલતી, મીના, નયનાના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. તનુ ભેદા, આશીર્વાદ, એડનવાલા રોડ, માટુંગા.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
