મુલુંડ પોલીસ-સ્ટેશનની આસપાસ છેલ્લા કેટલાક સમયથી ભંગાર અને જપ્ત કરાયેલાં વાહનોના ઢગલા જમા થવાથી આ વિસ્તાર ગંદકીનું કેન્દ્ર બન્યો છે. પોલીસ-સ્ટેશનની બાજુમાં અને આસપાસની ખાલી જગ્યામાં વર્ષોથી ઊભી રાખવામાં આવેલી જૂની બાઇક, કાર અને અન્ય વાહનો ધૂળ અને કચરાથી ઢંકાઈ ગયાં છે. સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે ઓ ભંગાર વાહનોને કારણે રસ્તાઓ સાંકડા બન્યા છે અને જાહેર સ્થળોની સ્વચ્છતા બગડી રહી છે. આ વિસ્તારના વેપારીઓએ પણ જણાવ્યું હતું કે ગંદકીને કારણે ગ્રાહકો પર ખરાબ અસર પડી રહી છે અને આસપાસ દુર્ગંધ ફેલાઈ રહી છે.

પોલીસ-સ્ટેશન નજીક રહેતા સ્થાનિક રહેવાસીએ કહ્યું હતું કે ‘આ ભંગાર વાહનોમાં વરસાદનું પાણી ભરાઈ રહે છે જે મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરે છે. છેલ્લાં થોડાં અઠવાડિયાથી આ વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ નોંધપાત્ર રીતે વધ્યો છે જેને કારણે ડેન્ગી અને મલેરિયા જેવી બીમારીઓનો ભય પણ વધ્યો છે. નજીકની રહેણાક સોસાયટીઓમાં રહેતા વડીલો અને બાળકો ખાસ કરીને પરેશાન છે. વારંવાર રજૂઆતો કરવા છતાં હજી સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) અને પોલીસ વિભાગને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરી છે. જપ્ત કરાયેલાં વાહનોને લાંબા સમય સુધી ખુલ્લી જગ્યામાં રાખવાને બદલે યોગ્ય સંગ્રહ-સ્થળે ખસેડવાં જોઈએ. એની સાથે જ આસપાસ નિયમિત સફાઈ અને ફોગિંગની કામગીરી કરવી જરૂરી છે.
મુલુંડ પોલીસ-સ્ટેશનની આસપાસ વાહનો થકી થયેલી ગંદકી. BMC અને પોલીસ વિભાગને આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે. મુલુંડ પોલીસ-સ્ટેશન એક અધિકારીએ કહ્યું હતું કે જપ્ત કરાયેલાં વાહનો કોર્ટની પ્રક્રિયા પૂરી થયા બાદ જ દૂર કરી શકાય છે. એમ છતાં આ સમસ્યાના નિરાકરણ માટે સંબંધિત વિભાગ સાથે ચર્ચા ચાલી રહી છે.’

BMC દ્વારા પણ આ વિસ્તારની સફાઈ અને મચ્છર પર નિયંત્રણ લેવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
