જેડલ હાઉસી સીઝનનો લાસ્ટ પ્રોગ્રામ “એવિએશન સ્પેશ્યલ હાઉસી “ બધી રીતે ખુબજ સ્પેશ્યલ બની ગયું.
આ કાર્યક્રમમાં બહેનોએ ખુબજ ઉત્સાહથી ભાગ લીધો હતો. આ વખતની ટિકિટો પણ પાસપોર્ટ સ્ટાઈલમાં આપવામાં આવી હતી. સાથે સાથે બોર્ડિંગ પાસ પણ આપવામાં આવ્યા હતા. કમિટી મેમ્બર્સ જેડલ એરલાઇન્સના crew બની આવ્યા હતા અને પાર્ટિસિપન્ટ્સ એરહોસ્ટેસ બનીને ખુબજ સુંદર પરફોર્મન્સ આપ્યું હતું.



હાઉસીમાં ટ્રાવેલ્સ રિલેટેડ ઇનામોની વણઝાર કરવામાં આવી હતી. હાઉસીમાં સોના, ચાંદી અને અમેરિકન જવેલરીના ઈનામો પણ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્પોન્સપર્સ સિલ્વર પ્લાઝાનું સિલ્વર કોઈન, શ્રીજી જવેલર્સનું ગોલ્ડ કોઈન, લાલજી જવેલર્સ, ચિરાગ આર્ટ્સના ચિરાગભાઇ, ઇન ટાઇમ ટુર્સ, દિપાલી ટ્રાવેલ્સ, બીજલ ગડા અને માલવી શાહનો જેડસ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



જેડલના આમંત્રણને માન આપી ન્યૂઝીલેન્ડ એરલાઇન્સની પાયલોટ આપણી ગુજરાતી નીતાબેન શાહની દીકરી ઓલવ શાહ પધારી હતી એનું પણ જેડલ ગ્રુપ આભાર માનવામાં આવ્યું હતું અને ગુર્જરભૂમિના વૈશાલીબેન ઠક્કર અને બીજલ ગડાના મમ્મીનું પણ જેડલ ગ્રુપ ધન્યવાદ વ્યક્ત કર્યુ હતું. આ સંપૂર્ણ કાર્યક્રમને ચાર ચાંદ લગાવતું એન્કરિંગ હતું હિનાબેન ઠક્કરનું. કાર્યક્રમની શરૂઆતમાં જલજીરા અને અંતમાં ઇડલી, મેંદુ વડા સંભાર અને આઇસક્રીમના અલ્પાહારનો આનંદ માણી સૌ હસ્તે મુખે છુટ્ટા પડ્યા હતા.


Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
