બ્રોકલી પૌષ્ટિક શાકમાંથી એક છે. આ શાક ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે, ખૂબ ઝડપથી બની જાય છે અને સૌથી ખાસ વાત એ છે કે આ શાક ખાવાથી વજન ઘટાવામાં મદદ મળે છે, બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. તો ચાલો આજે બ્રોકલીથી થતા લાભ વિશે વિસ્તારપૂર્વક જાણીએ.
બ્રોકલી એવું શાક છે જે અલગ અલગ પ્રકારના પોષકતત્વોથી ભરપુર છે. આ શાકની ખાસ વાત એ છે કે તેને સેલેક્ટિવ બ્રીડિંગથી તૈયાર કરવામાં આવ્યું છે એટલે કે આ શાક મેન મેડ છે. સૌથી સારા ગુણવાળા છોડને પસંદ કરી તેમાંથી બ્રોકલી ઉગાડવામાં આવી અને હવે આ શાકની ખેતી ભારત સહિત દુનિયાભરમાં થાય છે. બ્રોકલીની શરુઆત ઈટલીથી થઈ હોવાનું માનવામાં આવે છે. બ્રોકલી કોબી, ફ્લાવર પરિવારનું જ શાક છે પરંતુ તેની ઉત્પત્તી ખાસ રીતે કરવામાં આવી છે. બ્રોકલીની ખેતી રોમન લોકો કરતાં ત્યારથી આ શાક 19 મી સદીમાં અમેરિકા પહોંચ્યું અને હવે દુનિયાભરની સાથે ભારત અને ચીનમાં બ્રોકલીનું ઉત્પાદન સૌથી વધુ થાય છે.
બ્રોકલીના પોષકતત્વો

બ્રોકલીને સુપરફુડ કહેવામાં આવે છે. આ એક શાકથી શરીર માટે જરૂરી અનેક પોષકતત્વો મળી રહે છે. બ્રોકલીમાં મુખ્યત્વ કેલ્શિયમ, વિટામીન સી, વિટામિન કે અને ફાઈબર સૌથી વધુ હોય છે. પોષકતત્વોને ધ્યાનમાં રાખી હેલ્થ એક્સપર્ટ બ્રોકલીને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપે છે. બ્રોકલી ડાયટમાં એડ કરવાથી શરીરની ગંભીર ગણાતી સમસ્યાઓ મેનેજ કરવામાં મદદ મળે છે. બ્રોકલી ખાવાથી શરીરને કયા કયા ફાયદા થાય ચાલો તે પણ જાણીએ.
બ્રોકલી ખાવાથી થતા સ્વાસ્થ્ય લાભ
હેલ્ધી હાર્ટ
બ્રોકલી પોટેશિયમ, એન્ટી ઓક્સીડન્ટથી ભરપુર હોય છે જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં, બેડ કોલેસ્ટ્રોલ મેનેજ કરવામાં મદદ કરે છે. રિસર્ચ અનુસાર બ્રોકલી હાર્ટ હેલ્થ સુધારવામાં મદદ કરે છે. હાર્ટને હેલ્ધી રાખવા માટે બ્રોકલીને ડાયટમાં સામેલ કરી શકાય છે.
બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં
બ્રોકલીમાં ફાઈબર હોય છે જે શરીરમાં શુગર સ્પાઈક કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દી માટે બ્રોકલી હેલ્ધી ઓપ્શન છે. બ્રોકલી ખાવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધતું નથી. બ્લડ શુગર મેનેજ કરવામાં બ્રોકલી મદદ કરે છે.
હાડકા થશે મજબૂત

બ્રોકલીમાં કેલ્શિયમ અને વિટામિન કે હોય છે. બ્રોકલી ખાવાથી બોન હેલ્થ સુધરે છે. નાના બાળકો, 30 વર્ષથી વધુની વયની મહિલાઓએ અને વડિલોએ બ્રોકલી ડાયટમાં સામેલ કરવી જોઈએ. તેનાથી હાડકા મજબૂત થાય છે.
સ્કિન અને વાળને થતા લાભ
બ્રોકલી ખાવાથી ગંભીર હેલ્થ પ્રોબ્લેમમાં ફાયદો થવાની સાથે સુંદરતા વધારવામાં પણ મદદ મળે છે. બ્રોકલી ખાવાથી વાળ અને સ્કિન સુંદર રહે છે. બ્રોકલીમાં રહેલા વિટામિન અને મિનરલ્સ વાળને મજબૂત કરવામાં મદદ કરે છે અને સ્કિનને ચમકદાર બનાવે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
