થાણે રેલવે સ્ટેશન પર રવિવારે મધરાત્રે મહાનગરી એક્સપ્રેસ ટ્રેન નંબર 22177 સાથે એક ગંભીર અકસ્માત બનતાં 28 વર્ષની મહિલા મુસાફર ગંભીર રીતે ઘાયલ થઈ હતી. આ ઘટના આશરે રાત્રે 1:15 વાગ્યે બની હતી, જ્યારે ટ્રેન પ્લેટફોર્મ નંબર 7 પર ઊભી હતી ત્યારે મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેના ગેપમાં પડી ગઈ હતી.
થાણે રેલવે સ્ટેશન માસ્ટરની માહિતી મુજબ, મહાનગરી એક્સપ્રેસના એસ-5 અને એસ-6 કોચ નજીક મહિલાનો પગ લપસી જતાં તે ટ્રેન નીચે આવી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ, સ્ટેશન સ્ટાફ અને કુલીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને મહિલાને ટ્રેન નીચેથી બહાર કાઢવામાં આવી હતી. અકસ્માતમાં મહિલાનો જમણો હાથ ખભાથી સંપૂર્ણપણે કપાઈ ગયો હતો અને જમણા ઘૂંટણ ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી. જોકે, અકસ્માત સમયે મહિલા ભાનમાં હતી.

ઘાયલ મહિલાની ઓળખ સીમા શબ્બીર શેખ (ઉંમર 28), રહેવાસી કલવા તરીકે થઈ છે. સ્ટેશન માસ્ટરના મેમો આધારે તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે છત્રપતિ શિવાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડૉક્ટરોએ પ્રાથમિક સારવાર આપી હતી. મહિલાનો હાથ સંપૂર્ણપણે કપાઈ જવાથી અને સર્જનની ઉપલબ્ધતા ન હોવાથી, વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલ ખસેડવા જણાવાયું, મહિલાના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી અને તેઓ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
