ઘાટકોપર, વિક્રોલી, ભાંડુપ, ચેંબુર, માનખુર્દ અને લોકમાન્ય તિલક ટર્મિનસનો સમાવેશ છે.
રેલવેએ મુંબઈ વિભાગના અનેક ઉપનગરીય રેલવે સ્ટેશનમાં આપત્કાલીન તબીબી કક્ષ ઊભા કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. 10 મહત્વના સ્ટેશન માટે ઈ-લીલામની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂરી થઈ છે અને વધુ 8 સ્ટેશન માટે ટૂંક સમયમાં લીલામ પ્રક્રિયા પાર પડશે.આ તબીબી કક્ષનો ઉદ્દેશ સ્ટેશન પરિસરમાં જખમી, અચાનક બીમાર પડેલા અથવા આરોગ્ય સંબંધિત મુશ્કેલીમાં પડેલા પ્રવાસીઓને તરત પ્રાથમિક સારવાર અને ઝડપી મેડિકલ મદદ ઉપલબ્ધ કરી આપવાનો છે.
મધ્ય રેલવેના અધિકારીએ આપેલી માહિતી અનુસાર જે 10 સ્ટેશન માટે ઈ-લીલામ પ્રક્રિયા પૂરી થઈ છે એમાં કલવા, ટીટવાલા, કર્જત, કુર્લા, થાણે, મુંબ્રા, ઘાટકોપર, ચેંબુર, માનખુર્દ અને લોકમાન્ય તિલક ટર્મિનસનો સમાવેશ છે. આ કક્ષ શરૂ થયા પછી દરેક ઠેકાણે મૂળભૂત લાઈફ સપોર્ટ ઉપકરણો, ઓક્સિજન સુવિધા, સ્ટ્રેચર, પ્રશિક્ષિત તબીબી કર્મચારી ઉપલબ્ધ હશે.

ગિરદીના ઉપનગરીય માર્ગ પર અકસ્માત, હ્રદયરોગનો હુમલો, અચાનક ઊદભવતી બીમારીની ઘટનામાં પ્રતિસાદનો સમય ઓછો કરવામાં આ ઉપક્રમની ઘણી મદદ થશે. ઉપરાંત મધ્ય રેલવેએ વધુ 8 સ્ટેશન માટે વહેલાસર ઈ-લીલામ પ્રક્રિયા અમલમાં મૂકવાનો પ્રસ્તાવ રાખ્યો છે.
આ સ્ટેશનમાં કસારા, દાદર, ડોંબિવલી, સાયન, વિક્રોલી, ભાંડુપ, દિવા અને ઈગતપુરીનો સમાવેશ છે. મુખ્ય માર્ગ તેમ જ વિસ્તારિત ઉપનગરીય વિભાગમાં ખાસ કરીને જ્યાં પ્રવાસીઓને લાંબો સમય રાહ જોવી પડે છે એવા જંકશન સ્ટેશનમાં તબીબી કક્ષ ઉપલબ્ધ કરવા આ સ્ટેશનની પસંદગી કરવામાં આવી છે.
એમ્બ્યુલન્સની રાહ જોવી નહીં પડે આ ઉપક્રમ પ્રવાસી સુરક્ષિતતા અને કલ્યાણની વ્યાપક યોજનાનો ભાગ છે. મુંબઈ ઉપનગરીય નેટવર્ક પર દરરોજ લગભગ 35 થી 40 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. તેથી સ્ટેશનમાં તરત તબીબી સુવિધા ઉપલબ્ધ હોવી અત્યંત મહત્વની જરૂરિયાત ગણવામાં આવે છે.

બંને તબક્કા પૂરા થયા પછી મધ્ય રેલવેના ઉપનગરીય માર્ગમાં મોટા ભાગના સ્ટેશનમાં જ આપત્કાલીન તબીબી પ્રતિસાદ સુવિધા ઉપલબ્ધ થશે. તેથી ગંભીર ઘટનાઓમાં પ્રવાસીનો જીવ બચવાની શક્યતા વધશે અને બહારની એમ્બ્યુલન્સ આવે એના પર આધાર રાખવાનું ઓછું થશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
