ઈન્ફ્યૂઝ્ડ વોટર કે ફ્લેવર્ડ વોટર શરીર માટે ફાયદાકારક છે. સાદા પાણીમાં જ્યારે કેટલીક વસ્તુ ઉમેરી દેવામાં આવે છે તો પાણી સ્વાદિષ્ટ લાગે છે અને સાથે જ પાણી વધારે પૌષ્ટિક બની જાય છે. આ પ્રકારના પાણી રેસ્ટોરન્ટમાં, કેફેમાં સર્વ કરવામાં આવે છે. આ પાણી નિયમિત પણ પી શકાય છે. તેનાથી શરીરને લાભ થાય છે. તો ચાલો આજે જાણીએ ઈન્ફ્યૂઝ્ડ વોટર કેવી રીતે ઘરે તૈયાર કરવું અને તેને પીવાથી કેવા ફાયદા થાય છે.
ઘણા રેસ્ટોરન્ટમાં કે કેફે માં જવાનું થાય ત્યારે ત્યાં ખાસ પ્રકારના ફ્લેવરવાળુ પાણી સર્વ કરવામાં આવે છે. ઘણી જગ્યાએ પાણીની બોટલમાં ફુદીનો, લીંબુ જેવી વસ્તુઓ રાખેલી હોય છે. આ કામ ફક્ત પાણીને ફ્લેવરવાળુ કરવા માટે નથી હોતું. આ ફ્લેવરવાળા પાણીને ઈન્ફ્યૂઝ્ડ વોટર કહેવામાં આવે છે. આ પાણી ફક્ત ટેસ્ટ માટે નથી. તેનાથી શરીરને હેલ્થ બેનિફિટ પણ થાય છે.
ફિટનેસ પર ફોકસ કરતાં લોકો ઈન્ફ્યૂઝ્ડ વોટરથી પરિચિત હશે. ઘરના સાદા પાણીમાં રાત્રે કેટલીક વસ્તુઓ ઉમેરી રાખી દેવામાં આવે છે અને બીજા દિવસે તે પાણી પીવામાં આવે છે. ઈન્ફ્યૂઝ્ડ વોટરમાં ઉમેરવામાં આવતી વસ્તુઓ શરીરને લાભ કરે તેવી હોય છે. જો કે ઘણા લોકો ઈન્ફ્યૂઝ્ડ વોટર બનાવવામાં હાથમાં આવે તે વસ્તુઓ પાણીમાં રાખી દેતા હોય છે. પરંતુ ખરેખર તો ઈન્ફ્યૂઝ્ડ વોટરમાં શરીરની જરૂરીયાતને ધ્યાનમાં લઈને કે શરીરની તકલીફોને ધ્યાન

ઈન્ફ્યૂઝ્ડ વોટર પીવાથી થતા લાભ
1. ઈન્ફ્યૂઝ્ડ વોટર પીવાથી ડિહાઈડ્રેશન ઝડપથી દુર થાય છે. તેનું કારણ છે કે આ પાણી ટેસ્ટી હોય છે જેના કારણે નોર્મલ કરતાં વધારે પાણી પી શકાય છે. અને શરીર હાઈડ્રેટ રહે છે.
2. ઈન્ફ્યૂઝ્ડ વોટર અલગ અલગ પોષકતત્વોથી ભરપુર હોય છે. તેમાં કાકડી, લીંબુ, ફુદીનો, અલગ અલગ ફ્રુટ અને હર્બ ઉમેરવામાં આવે છે. તેથી આ પાણી વિટામિન શરીરને પુરા પાડી શકે છે.
3. ઈન્ફ્યૂઝ્ડ વોટર પીવાથી વજન ઓછું કરવામાં મદદ મળે છે તેવું કહેવાય છે. ઈન્ફ્યૂઝ્ડ વોટરના કેટલાક હર્બ શરીરનું મેટાબોલિઝમ બુસ્ટ કરવામાં મદદ કરે છે. તેનાથી કેલેરી ઝડપથી બર્ન કરવામાં મદદ મળી શકે છે.
4. ઈન્ફ્યૂઝ્ડ વોટર પીવાથી કિડની અને લિવર ડિટોક્સ થઈ શકે છે. આ પાણી પીવાથી શરીરમાંથી વિશાક્ત પદાર્થ બહાર કાઢવામાં કિડની અને લિવરને મદદ મળે છે.
5. જમ્યા પહેલા ઈન્ફ્યૂઝ્ડ વોટર પીવાથી પેટ ભરેલું લાગે છે અને તેના કારણે ઓવરઈટિંગથી બચી શકાય છે.
6. તજ જેવા મસાલાથી બનેલું ઈન્ફ્યૂઝ્ડ વોટર પીવાથી બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ મળે છે.

કાકડી, લીંબુ અને ફુદીનો
કાકડી, લીંબુ અને ફુદીનાનું ઈન્ફ્યૂઝ્ડ વોટર સૌથી રીફ્રેશિંગ હોય છે. આ એક ક્લાસિક કોમ્બિનેશન છે. ગરમીના દિવસોમાં આ પાણી તમને હાઈડ્રેટ રાખવાની સાથે સ્ફુર્તી પણ આપશે. આ પાણી સારામાં સારું ડિટોક્સ વોટર પણ સાબિત થશે. તેના માટે રાત્રે 1 લીટર પાણીમાં ફુદીનાના પાન, 1 કાકડીની સ્લાઈસ અને અડધા લીંબુની સ્લાઈસ કરી પલાળી દો. બીજા દિવસે આ પાણી થોડું થોડું કરી દિવસ દરમિયાન પીવું.
તજ અને સફરજન
તજ અને સફરજનનું ઈન્ફ્યૂઝ્ડ વોટર પણ ટેસ્ટી અને હેલ્ધી ઓપ્શન છે. આ ઈન્ફ્યૂઝ્ડ વોટર એવા લોકો માટે કામનું છે જેમને ડાયાબિટીસ હોય, તજ પીવાથી શુગર સ્પાઈક કંટ્રોલમાં રહે છે. તેના માટે 3 ગ્લાસ પાણીમાં તજની 2 સ્ટીક અને 1 એપલની સ્લાઈસ કરી પલાળી દો. બીજા દિવસે સવારે આ પાણી પીવું.
ઓરેન્જ અને આદુ
ઓરેન્જ અને આદુનું ઈન્ફ્યૂઝ્ડ વોટર પણ ઉનાળા માટે હેલ્થી ઓપ્શન છે. આ પાણી એવા લોકો માટે સારું છે જેમને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય આ પાણી બનાવવા માટે 3 ગ્લાસ પાણીમાં 4 થી 5 ઓરેન્જની સ્લાઈસ અને 1 ઈંચનો આદુનો ટુકડો ખમણીને ઉમેરી દો. સવારે આ પાણી પીવું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
