ઘરમાં બનતી રસોઈમાં જો થોડી પણ બેદરકારી રહે તો તેની સીધી અસર ઘરના દરેક વ્યક્તિના સ્વાસ્થ્ય પર પડે છે. જેમકે રસોઈ કરવામાં આ 3 ભુલ થતી હોય તો ભોજન કરનાર વ્યક્તિનું બેડ કોલેસ્ટ્રોલ રોકેટની સ્પીડથી વધી શકે છે.
બેડ કોલેસ્ટ્રોલ વધારે રહેવું તે ગંભીર સમસ્યા છે. શરીરમાં કોલેસ્ટ્રોલ વધારે હોય તે સમસ્યા અનેક ઘરમાં જોવા મળે છે. હૃદયના સ્વાસ્થ્ય માટે હાઈ કોલેસ્ટ્રોલ હાનિકારક સ્થિતિ ગણાય છે. બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધતું હોય તેવી સમસ્યા હવે નાની ઉંમરના લોકોમાં પણ ઝડપથી વધી રહી છે. ઘણા ઘરમાં તો એક કરતાં વધારે સભ્યોને બેડ કોલેસ્ટ્રોલ વધતું હોય અથવા હૃદય સંબંધિત સમસ્યાઓ વધતી હોય તેવું પણ જોવા મળે છે. બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધવું તેના માટે મોટાભાગે આપણી જ બેદરકારી અને ભુલ જવાબદાર હોય છે.
લાઈફ સ્ટાઈલના કારણે થતી સમસ્યાઓમાં બેડ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યાનો પણ સમાવેશ થાય છે. ખરાબ લાઈફ સ્ટાઈલ અને ખરાબ આહારના કારણે નાની વયમાં પણ બેડ કોલેસ્ટ્રોલ વધવા લાગે તેવું બની શકે છે. કોલેસ્ટ્રોલ આપણા જ શરીરનું તત્વ છે પરંતુ શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલને બદલે બેડ કોલેસ્ટ્રોલ વધે તો તેના કારણે ગંભીર સ્થિતિ પણ સર્જાઈ શકે છે. જે રીતે અગાઉ કહ્યું એમ મોટાભાગના કિસ્સામાં બેડ કોલેસ્ટ્રોલ વધવાનું કારણ ઘરના રસોડામાં જ છુપાયેલું હોય છે. બેડ કોલેસ્ટ્રોલ વધે તેની પાછળ બેઠાડું જીવન શૈલી અને આહાર જવાબદાર હોઈ શકે છે. જો તમારા ઘરમાં પણ કોઈ વ્યક્તિનું અથવા તો એક કરતાં વધારે વ્યક્તિનું બેડ કોલેસ્ટ્રોલ સતત વધતું જણાય છે તો પછી એક નજર રસોડામાં થતી આ ભૂલો પર પણ કરી લેવી.

રસોઈ બનાવવામાં જો તમે આ પ્રકારની ભૂલો રોજ કરતા હશો તો ઘરના લોકોનું બેડ કોલેસ્ટ્રોલ દિવસને દિવસે વધતું જ રહેશે. જે લોકો તળેલો ખોરાક, ફેટવાળો ખોરાક કે પછી ફાસ્ટ ફૂડનું સેવન વધારે પડતું કે નિયમિત કરે છે તેમનામાં બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા ઝડપથી વધતી જોવા મળે છે. આ સિવાય રોજની રસોઈમાં થતી કેટલીક ભૂલના કારણે પણ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી શકે છે. તો ચાલો જાણીએ એવી કઈ ભૂલો છે જેના કારણે શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધે છે અને ગુડ કોલેસ્ટ્રોલ ઘટે છે.
ભોજનમાં તેલ અને માખણનો વધારે પડતો ઉપયોગ
ઘણા લોકોના ઘરમાં રસોઈમાં તેલ અને માખણનો ઉપયોગ વધુ થતો હોય છે. કેટલાક શાક તો એવા હોય છે જેના પર તેલની તરી દેખાતી હોય. આ સિવાય પાવભાજી, વડાપાવ, પિઝા જેવી વાનગીઓમાં માખણનો ઉપયોગ વધારે પડતો થતો હોય છે. જો ઘરની રસોઈમાં માખણ અને તેલનો ઉપયોગ વધુ થતો હોય તો તેના કારણે પણ બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધવા લાગે છે. કારણ કે તેલ અને માખણમાં સેચ્યુરેટેડ ફેટ વધારે હોય છે જે કોલેસ્ટ્રોલની ઝડપથી વધારી શકે છે.
પ્રોસેસ્ડ વસ્તુનો વધારે ઉપયોગ
જો તમે પેકેટમાં મળતા તૈયાર મસાલા, રેડીમેડ સોસ અને પ્રોસેસ્ડ ફૂડ નો ઉપયોગ વધારે પડતો અથવા તો નિયમિત કરો છો તો તે બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધારનાર સાબિત થાય છે.. પ્રોસેસ્ડ ફૂડમાં ફેટ, મીઠું અને પ્રિઝર્વેટીવ વધારે હોય છે જે બેડ કોલેસ્ટ્રોલ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આવી વસ્તુઓ ખાવાથી વજન પણ વધે છે અને હૃદય સંબંધિત અન્ય બીમારીનું જોખમ પણ વધે છે.

કુકિંગ ઓઈલનો વારંવાર ઉપયોગ
ઘણા ઘરમાં એવું હોય છે કે તળવા માટે જે તેલ એકવાર કાઢ્યું હોય તેનો ઉપયોગ વારંવાર કરવામાં આવે. તેલને વારંવાર ગરમ કરી તેમાં અલગ અલગ વસ્તુઓ ફ્રાય કરીને ખાવી સ્વાદિષ્ટ તો લાગતી હશે પરંતુ કુકિંગ ઓઇલનો વારંવાર આ રીતે ઉપયોગ ખતરનાક સાબિત થઈ શકે છે. તમે તેલને જેટલી વાર ગરમ કરો છો એટલી વાર તેમાં ટ્રાન્સફેટ અને ફ્રી રેડીકલ્સ વધારે બને છે. ત્યાર પછી આવા તેલમાં તળેલી વસ્તુ ખાવાથી બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે અને કેન્સર જેવા રોગ થવાનું જોખમ પણ વધે છે
જો તમારા ઘરના રસોડામાં પણ આ ત્રણ ભૂલ થતી હોય તો તેને આજથી જ સુધારી લેજો. લાઈફ સ્ટાઈલમાં ફેરફાર કરવાની સાથે આહારમાં પણ આવા ફેરફાર કરી લેવા. કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવાનો સૌથી સરળ રસ્તો સંતુલિત ડાયટ છે. ઉપર જણાવ્યા અનુસાર ની વસ્તુઓ ખાવાનું બંધ કરીને રોજ આહારમાં લીલા શાકભાજી, ફળ, આખા અનાજ, ઓટ્સ, દાળ જેવી વસ્તુઓ વધારે ખાવાનું રાખો. તેનાથી બેડ કોલેસ્ટ્રોલ ઓછું થશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
