વિટામીન સીથી થતા ફાયદાની વાત આવે એટલે તુરંત જીભ પર આવે કે તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે. પરંતુ વિટામિન સીનું કામ ફક્ત આટલું નથી. વિટામિન સી શરીરની અન્ય જરૂરી પ્રક્રિયામાં મહત્વની ભુમિકા ભજવે છે. જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. ચાલો આજે તમને વિટામિન સીથી થતા આ લાભ વિશે જણાવીએ.
એસ્કોર્બિક એસિડ એટલે કે જેને સામાન્ય ભાષામાં વિટામિન સી કહેવામાં આવે છે તે શરીર માટે મહત્વનું પોષકતત્વ છે. આ પોષકતત્વ એવું છે જેને શરીર જાતે બનાવી શકતું નથી અને શરીર તેને સ્ટોર પણ કરી શકતું નથી. વિટામિન સી શરીરમાં વ્હાઈટ બ્લડ સેલ્સ વધારે છે. જે આપણા શરીરનું સંક્રમણ સામે રક્ષણ કરે છે. વિટામિન સીના કારણે જ શરીરમાં આયરનનું અવશોષણ થાય છે.

વિટામિન સીથી રોગપ્રતિકારક શક્તિ વધે એટલું જ લોકો જાણતા હોય છે. પરંતુ આ કામ સિવાય કેટલાક મહત્વના કામ વિટામિન સી દ્વારા થાય છે. શરીરમાં વિટામિન સી કેવા કામ કરે છે અને તેનાથી શરીરને કેવો લાભ થાય છે ચાલો તમને જણાવીએ વિગતવાર જેથી તમારી વિટામિન સી માટેની માન્યતા દુર થાય. સાથે જ એ પણ જણાવીએ કે શરીરને વિટામિન સી કઈ કઈ વસ્તુમાંથી મળી શકે છે.
સ્કિન અને વાળની સુંદરતા વધારે
વિટામિન સી ત્વચા અને વાળની રંગત સુધારવામાં મદદ કરે છે. વિટામિન સી ત્વચા માટે જરૂરી કોલેજનના નિર્માણમાં મદદ કરે છે. કોલેજન સ્કિન અને સ્નાયૂને લચીલાપણું આપે છે. તેનાથી ત્વચા યુવાન દેખાય છે. વિટામિન સી વાળને પણ સ્વસ્થ રાખે છે.
સ્ટ્રેસ ઘટાડે છે વિટામિન સી
શરીરમાં વિટામિન સી સ્ટ્રેસ ઘટાડવામાં પણ મદદ કરે છે. તેનાથી શરીરમાં સ્ટ્રેસ વધારતા હોર્મોન કોર્ટિસોલને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. વિટામિન સી સ્ટ્રેસ ઘટાડી હાર્ટને હેલ્ધી પણ રાખે છે. તેનાથી હાર્ટ પ્રોબ્લેમ થવાનું જોખમ ઓછું થાય છે.
ફેટ ઝડપથી ઓછું કરવામાં મદદ કરે
વિટામિન સી શરીરમાં યોગ્ય માત્રામાં હોય તો તેની મદદથી શરીરને વધારાના ફેટને બાળવામાં અને ફેટને એનર્જીમાં કંવર્ટ કરવામાં મદદ મળે છે. વિટામિન સી હોય તો જ શરીરમાં જામેલું ફેટ એનર્જીમાં બદલે છે. વિટામિન સી લેવાથી એક્સરસાઈઝ દરમિયાન વધારે વજન ઓછું કરી શકશો.

ક્રેવિંગ કંટ્રોલ કરવામાં મદદ મળશે
વિટામિન સીથી ભરપુર વસ્તુઓ ખાવાથી ક્રેવિંગ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. વિટામિન સીથી ભરપુર ફળમાં ફેટ અને કેલેરી ઓછા હોય છે અને ફાઈબર વધારે હોય છે. આવા ફળ ખાવાથી ક્રેવિંગ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
બોડી નેચરલી ડિટોક્સ થશે
વિટામિન સી શક્તિશાળી એન્ટી ઓક્સીડન્ટ છે. વિટામિન સી શરીરને નેચરલી ડિટોક્સ કરવાનું કામ કરે છે. વિટામિન સી પુરતા પ્રમાણમાં શરીરમાં જાય તો શરીર નેચરલી ડિટોક્સ થાય છે. કારણ કે વિટામિન સી શરીરમાં ગયેલા ઝેરી તત્વોને પેશાબ વાટે બહાર કાઢવામાં મદદ કરે છે.
વિટામિન સી કયા ખોરાકમાંથી મળે
વિટામિન સીના નેચરલ સોર્સની વાત કરીએ તો સૌથી વધુ વિટામિન સી આમળામાંથી મળે છે. આમળા વિટામિન સીનો સૌથી સારો સોર્સ છે. ત્યારબાદ વિટામિન સીથી ભરપુર ફળમાં સંતરા, લીંબુ, મોસંબી, કીવી, સ્ટ્રોબેરીનો સમાવેશ થાય છે. આ સિવાય બ્રોકલી, ટમેટા, લાલ કેપ્સિકમ અને પપૈયામાંથી પણ વિટામિન સી મળે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
