મુલુંડના મીઠાગર રોડ વિસ્તારમાં રહેતા ૭૪ વર્ષીય ભાલચંદ્ર રાઉતને શેર ટ્રેડીંગમાં વધુ નફો કમાવવાની લાલચ આપીને દોઢ મહિનાના ગાળામાં સાયબર ગઠીયાઓએ રૂા.૧૨.૬૫ લાખ ઠગી લીધા હોવાની ફરિયાદ પૂર્વ વિભાગ સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ફરિયાદ મુજબ ભાલચંદ્રને ૧૪ નવેમ્બર ૨૦૨૫ના તેમના વોટ્સએપ પર એક અજાણી મહિલાએ કોલ કરીને તેનું નામ સાનિકા ગોખલે હોવાનું જણાવ્યું હતું અને તેણે શેરબજારમાં ખરીદી-વેચાણ અંગે માહિતી શેર કરી હતી.

ભાલચંદ્રએ રસ દાખવતા સાનિકાએ તેમને એન્જલવન વેન ગાર્ડ નામના ગ્રુપમાં ઉમેર્યા હર્તા. ત્યારબાદ સાનિકાએ મોકલાવેલી લિંક ખોલીને ભાલચંદ્રએ તેમનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. વોટ્સએપ ગ્રુપમાં સાનિકા તથા આમરિશ કેંગે નામની વ્યક્તિ શેરોની ખરીદી અને વેચાણ અંગે માહિતી આપતા હતા. તે મુજબ ભાલચંદ્ર રોકાણ કરવાનું શરૂ કરીને કુલ રૂા.૧૨.૬૫ લાખ રોકયા હતા અને તેમને તેમના બનાવટી ઓનલાઈન ખાતામાં નફા સાથે તગડી રકમ દેખાતી હતી.
જોકે ભાલચંદ્રએ ૩૦ ડિસેમ્બરના તે રકમ ઉપાડવાનો પ્રયાસ કરતા તેમને નિષ્ફળતા મળી હતી અને તેમણે સાનિકાને આ અંગે પૂછતા તેમણે રકમ ઉપાડવા માટે હજુ વધુ રકમ ભરવી પડશે એવું જણાવતા ભાલચંદ્રને તેમની સાથે ઠગાઈ થઈ હોવાની શંકા જતા તેમણે સાયબર હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
