ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ અંતર્ગત ગોરેગામની સાથે જ મુલુંડમાં મોટા પાયા પર કામ ચાલી રહ્યું છે. જોકે આ પ્રોજેક્ટને કારણે મુલુંડમાં અનેક જગ્યાએ ટ્રાફિક ડાઈવર્ટ કરવામાં આવ્યો હોવાને કારણે ભારે ટ્રાફિકની સમસ્યા નિર્માણ થઈ છે. તેથી મુલુંડમાં બાંધવામાં આવી રહેલા મુખ્ય બ્રિજની બંને બાજુએ તાનસા પાઈપલાઈન પર જે બે નાના ફ્લાયઓવર ઊભા કરવામાં આવી રહ્યા છે, તેમાંથી ટ્રાફિકની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉત્તર દિશા તરફનો તાનસા પાઈપલાઈન પરના નાના બ્રિજનું કામ ઝડપથી પૂરું કરીને તેને ૩૧મે, ૨૦૨૬ સુધીમાં ખુલ્લો મૂકવાનું આયોજન હોવાનું પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું.

મુલુંડ (પશ્ચિમ)માં ખિંડીપાડા પરિસરમાં ગુરુ ગોવિંદ સિંહ રોડ પર એલિવેટેડ રોડ સહિત ડૉ. હેગડેવાર ચોક પાસે કેબલ સ્ટેડ સ્ટ્રકચર સહિત ફ્લાયઓવર ઊભો કરવામાં આવી રહ્યો છે. તાનસા પાઈપલાઈનથી નાહુર રેલવે પુલ દરમ્યાન લગભગ ૧.૮૯ કિલોમીટર લંબાઈનો આ પુલ બાંધવામાં આવી રહ્યો હોઈ સંપૂર્ણ પ્રોજેક્ટની લંબાઈની દ્રષ્ટિએ આ તબક્કો વધુ પડકારજનક બની રહ્યો છે. મુખ્ય બ્રિજ માટે કુલ ૪૮ થાંભલા પ્રસ્તાવિત હોઈ તેમાંથી ૩૯ થાંભલા ઊભા થઈ ગયા છે. તો મુખ્ય બ્રિજના કુલ ૪૭સેકશનમાંથી ૧૦ સેકશનના કામ પૂરા થઈ ગયા છે. એ સાથે જ મુખ્ય બ્રિજની બંને બાજુએ તાનસા પાઈપલાઈન બે નાના ફ્લાયઓવર ઊભા કરવામાં આવી રહ્યા છે.
ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ પાલિકાનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે, આ પ્રોજેક્ટ અંતર્ગત મુલુંડમાં ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને ગોરેગામમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને સીધો જોડવામાં આવવાનો છે. લગભગ ૧૨.૨૦ કિલોમીટર લંબાઈના ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટ ચાર તબક્કામાં વિકસાવવામાં આવી રહ્યો છે. ત્રીજા તબક્કામાં મુલુંડ પશ્ચિમમાં ખિંડીપાડામાં ગુરુ ગોવિંદ સિંહ રોડ પર એલિવેટડ રોડ અને ડૉ.હેગડેવાર ચોકમાં કેબલ સ્ટેડ સહિત ફલાયઓવર સ્ટ્રકચરના કામનો સમાવેશ થાય છે.

બુધવારે મુલુંડ પશ્ચિમમાં સોનાપુર જંકશન પર સાઈટ વિઝિટ કરનારા એડિશનલ કમિશનર અભિજિત બાંગરે જણાવ્યું હતું કે ગોરેગામ-મુલુંડ લિંક રોડ પ્રોજેક્ટનો બીજો ભાગ એટલે મુલુંડમાં બનાવવામાં આવી રહેલા ફ્લાયઓવરનો સમાવેશ થાય છે. તાનસા પાઈપલાઈનથી નાહુર રેલવે સ્ટેશન સુધીનો ૧.૮૯ કિલોમીટર લંબાઈનો આ ફલાયઓવર બાંધવામાં આવી રહ્યો છે. પૂરા પ્રોજેક્ટની લંબાઈની દૃષ્ટિએ આ ફલાયઓવરનું કામ પડકારજનક છે. ડૉ.હેગડેવાર ચોક ખાતે ૧૨૦ મીટર લંબાઈનો આ પુલ કેબલ સ્ટેડ સ્વરૂપનો હોઈ મુલુંડ મેટ્રો-ચારની લાઈનની નીચેથી જવાનો છે. મુખ્ય ફ્લાયઓવર પ્રોડ્ક્ટના કુલ ત્રણ ભાગ છે. મુખ્ય ફ્લાયઓવર તેમ જ પુલની બંને બાજુ એ તાનસા પાઈપલાઈન પર ઊભા કરવામાં આવવાના બે નાના પુલનો સમાવેશ થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
