મુંબઈ સેન્ટ્રલમાં સોમવારે ગ્રાઉન્ડ પ્લસ છ માળની એક ઈમારતના બીજા માળે પર આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ મુંબઈ સેન્ટ્રલમાં પોસ્ટ ઓફિસ નજીક મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનના ડેપો નજીક ગ્રાઉન્ડ પ્લસ છ માળની કૈલાશ અપાર્ટમેન્ટ નામની બિલ્ડિંગ આવેલી છે. સોમવારે સાંજના ૫.૪૦ વાગ્યાની આસપાસ બિલ્ડિંગના બીજા માળા પર એક ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી.

ઘટના સ્થળે ફાયરબિગ્રેડે પહોંચીને આગ પર નિયંત્રણ મેળવ્યું હતું. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
