થાણે-કાસારવડવલી મેટ્રો-4 રૂટના કામનો એક મહત્વનો તબક્કો મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે પૂરો કર્યો છે. આ રૂટના કામ અંતર્ગત ભાંડુપ પશ્ચિમ ખાતે કુલ 325 મેટ્રીક ટનના ત્રણ સ્ટીલ સ્પેન સફળતાપૂર્વક સ્થાપિત કરવામાં આવ્યા હતા. આ કામના કારણે મેટ્રો-4 રૂટનું કામ ઝડપી થશે.
એમએમઆરડીએ તરફથી 33.32 કિલોમીટર લાંબા મેટ્રો-4 અને 2.7 કિમી લાંબા મેટ્રો-4એ (કાસારવડવલી-ગાયમુખ) રૂટનું કામ અત્યારે ચાલુ છે. તબક્કાવાર રૂટનું કામ ચાલુ છે. ગાયમુખથી કેડબરી જંકશન 10.5 કિલોમીટરનો અને 10 મેટ્રો સ્ટેશનના સમાવેશવાળા પહેલા તબક્કાનું કામ પૂરું થવાના આરે છે. આ રૂટ પર અત્યારે ટ્રેન અને બીજી યંત્રણાની ટેસ્ટ ચાલુ છે. ટૂંક સમયમાં સુરક્ષા પ્રમાણપત્રની પ્રક્રિયાની શરૂઆત કરવામાં આવશે. તેથી થોડા સમયમાં આ પહેલો તબક્કો પ્રવાસીઓ માટે શરૂ થાય એવી શક્યતા છે. હવે આ રૂટના આગળના તબક્કાના કામ ઝડપી કરવામાં આવ્યા છે. એ અનુસાર તાજેતરમાં મેટ્રો-4 રૂટના કામનો મહત્વનો તબક્કો પાર કરવામાં આવ્યો છે.

ભાંડુપ પશ્ચિમ ખાતે 325 મેટ્રીક ટન વજનના ત્રણ સ્ટીલ સ્પેન તાજેતરમાં સફળતાપૂર્વક સ્થાપવામાં આવ્યા હતા. અત્યંત મુશ્કેલ અને પડકારજનક આ કામ આઠ હેવીડ્યુટી ક્રેન્સ અને 12 મલ્ટિએક્સલ વાહનોની મદદથી પાર પાડવામાં આવ્યું હતું. આ કામ માટે ચાર રાતની જરૂર હતી. જો કે એમએમઆરડીએના એન્જિનિયરો, અધિકારીઓ અને કામદારોની ટીમે આ કામ ફક્ત બે રાતમાં પૂરું કર્યું. આ કામ માટે એમએમઆરડીએને મુંબઈ મહાપાલિકા, બેસ્ટ ઉપક્રમ, ભાંડુપ આરટીઓ અને ભાંડુપ પોલીસની મદદ મળી. સ્થાનિકોના યોગ્ય સહકાર્યના લીધે આ કામ બે રાતમાં સફળતાપૂર્વક પૂરું કરી શક્યા એવી માહિતી એમએમઆરડીએએ આપી હતી.
કુશળ ટીમ, યોગ્ય નિયોજન આ કામ માટે 35 એન્જિનિયર, 100થી વધુ કુશળ કામદાર, 70 પરિવહન વોર્ડન અને 25થી વધુ પોલીસ કર્મચારી તૈનાત હતા. યોગ્ય નિયોજનના લીધે ત્રણ સ્ટીલ સ્પેન સફળતાપૂર્વક સ્થાપવાનો પડકાર આ ટીમના લીધે ઝીલી શકાયો. આ કામના લીધે હવે મેટ્રો-4નું કામ ઝડપી થશે. ગાયમુખથી કેડબરી જંકશનના પહેલા તબક્કા બાદ આગળના તબક્કા ઝડપથી પૂરા કરવાનું નિયોજન એમએમઆરડીએનું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
