મહારાષ્ટ્ર સરકારના રમતગમત અને યુવા સેવા મંત્રાલય તરફથી વર્ષ 2024-25 માટે મુંબઈ ઉપનગરીય જિલ્લામાં પેરા એથ્લેટિક્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને મૂલ્યવાન પ્રદર્શન બદલ ક્રિશ્ના નિમેશ શેઠને જિલ્લા રમતગમત પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. ક્રિશ્ના બંને આંખે જન્મથી અંધત્વ હોવા છતાં રમતગમ્મત ક્ષેત્રમાં અનેક પુરસ્કારો મેળવવાની સિદ્ધી હાસંલ કરી છે. ક્રિશ્ના લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે. તેમના ઉત્તમ પ્રદર્શન દ્વારા જિલ્લાને ગૌરવ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ હોવાથી તેમને ઉત્કૃષ્ટ દિવ્યાંગ રમતવીરના બિરુદથી નવાજવામાં આવ્યા છે.આ પુરસ્કાર વિતરણ સમારોહ 26 જાન્યુઆરી, 2026ના રોજ યોજાયો હતો.

પ્રસંગે મુંબઈ ઉપનગરીય જિલ્લાના રમતગમત અધિકારી સૌરભ કટિયાર, મુંબઈ ઉપનગરીય જિલ્લાના જિલ્લા કલેક્ટર તથા આશિષ શેલારની હાજરીમાં ક્રિશ્ના શેઠને સન્માનપૂર્વક પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.કાંદિવલી (વેસ્ટ)માં રહેતા અને બોરીવલીની કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય ક્રિશ્ના શેઠ બંને આંખે દ્રષ્ટિહીન હોવા છંતા ઓછી વયે જ પેરા એથ્લેટિક્સ ક્ષેત્રે પોતાની અલગ ઓળખ ઊભી કરી છે. આ અગાઉ પણ તેઓ વિવિધ રાજ્ય અને જિલ્લા સ્તરના સ્પર્ધાઓમાં અનેક પુરસ્કારો અને સન્માનો મેળવી ચૂક્યા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
