મુંબઈ-પુણે પ્રવાસ અતિઝડપી અને સુરક્ષિત બનાવવા મહારાષ્ટ્ર રાજ્ય રસ્તા વિકાસ મહામંડળે મિસિંગ લિન્ક પ્રકલ્પ હાથમાં લીધો છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ખપોલીથી કુસગાવ 19.8 કિમીનો નવો રોડ અર્થાત મિસિંગ લિન્ક બાંધવાના કામની શરૂઆત 2019માં કરવામાં આવી હતી. આ રોડ અત્યાર સુધી પૂરો થવો અપેક્ષિત હતું. પણ આ પ્રકલ્પના કામમાં ઘણો વિલંબ થવાથી પ્રકલ્પના ખર્ચમાં પણ વધારો થયો છે. મિસિંગ લિન્કના ખર્ચમાં 10 ટકા વધારો થયો છે. તેથી 6850 કરોડ રૂપિયાનો ખર્ચ વધીને 7500 કરોડ રૂપિયા પર પહોંચશે. મિસિંગ લિન્કનું કામ ઘણું પડકારજનક હોવાથી કામમાં વિલંબ થતો હોવાનું એમએસઆરડીસીનું જણાવવું છે.
એમએસઆરડીસીના મુંબઈ-પુણે એક્સપ્રેસ વેના લીધે મુંબઈથી પુણેનું અંતર અઢી કલાકમાં પાર કરી શકાય છે. હવે આ એક્સપ્રેસ વે વધતી વાહનસંખ્યાને સમાવવા ઓછો પડી રહ્યો છે. તેથી આ હાઈવે પર ગિરદીના સમયે ઘણો ટ્રાફિકજામ થાય છે. આગામી સમયમાં વાહનોની સંખ્યામાં હજી વધારો થવાનો હોવાથી એમએસઆરડીસીએ મિસિંગ લિન્ક પ્રકલ્પ હાથમાં લીધો છે. ખપોલીથી કુસગાવ 19.80 કિમી મિસિંગ લિન્કનું કામ બે તબક્કામાં કરવાની શરૂઆત 2019માં થઈ હતી. આ પ્રકલ્પ 2022માં પૂરો કરીને મિસિંગ લિન્ક શરૂ થવો અપેક્ષિત હતું. જો કે આ પ્રકલ્પ પૂરો થવામાં ત્રણચાર વર્ષનો વિલંબ થયો છે.

દરમિયાન આ પ્રકલ્પ પૂરો થવા માટે એમએસઆરડીસી તરફથી ડિસેમ્બર 2022, એ પછી જૂન 2023, જાન્યુઆરી 2024, માર્ચ 2024, ડિસેમ્બર 2025 એમ અનેક તારીખ આપવામાં આવી. જો કે હજી પણ કામ પૂરું થયું ન હોવાથી મિસિંગ લિન્ક વાહનવ્યવહાર માટે શરૂ થવામાં હજી સમય લાગશે. આ રોડ શરૂ થવાની પ્રતિક્ષા છે ત્યારે બીજી તરફ પ્રકલ્પમાં ઘણો વિલંબ થવાથી એની અસર પ્રકલ્પના ખર્ચ પર થઈ છે.
આ પ્રકલ્પનો મૂળ ખર્ચ 6850 કરોડ રૂપિયા હતો જેમાં વધારો થયો છે. હવે માર્ચ મહિના સુધી આ પ્રકલ્પ પૂરો થશે. એ પછી ચોક્કસ કેટલો ખર્ચ થયો એનું ચિત્ર સ્પષ્ટ થશે. જો કે અત્યાર સુધી અંદાજે 10 ટકા ખર્ચ વધ્યો હોવાનો અંદાજ છે એમ અધિકારીએ જણાવ્યું હતું. તેથી 6850 કરોડ રૂપિયાનો ખર્ચ હવે 7500 કરોડ રૂપિયા પર પહોંચશે એમ જણાવવામાં આવે છે.

માર્ચમાં કામ પૂરું ડુંગર નીચેથી, તળાવ ખોદીને બોગદું લઈ જવું, ઉંચાઈ પર કેબલસ્ટેડ પુલ બાંધવો જેવા પડકારજનક કામ આ પ્રકલ્પમાં છે. એ સાથે ઉંચાઈ પર, ખીણમાં કામ કરતા તડકો, વરસાદ, પવન વગેરેનો સામનો કરવો પડે છે. તેથી આ કામ અત્યંત પડકારજનક હોવાથી પ્રકલ્પમાં વિલંબ થયો છે. હવે આ કામ અંતિમ તબક્કામાં છે. 90 ટકા કરતા વધુ કામ પૂરું થયું છે. માર્ચ સુધી 100 ટકા કામ પૂરું થશે. એ પછી આ રોડ વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવશે. એમ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
