ભાંડુપ-વેસ્ટમાં રેલવે-સ્ટેશનની બહાર બૃહમુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ બસની ગોબીરા દુર્યટનાના થોડા મંજ સભ્યમાં પરિસ્થિતિ ફરીથી જૈસે થે થઈ ગઈ છે. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) આ ઘટના ભૂલી ગયું હોય એમ લાગે છે, કારણ કે ફેરિયાઓ અને ગેરકાયદે પાર્કિંગ કરતા લોકોએ ફરી રસ્તા પર કબજો જમાવી લીધો હોવાનો આરોપ સ્થાનિક નાગરિકોએ કર્યો છે. રસ્તા પર ગેરકાયદે પાર્કિંગ થતું હોવાથી રાહદારીઓને નાછૂટકે જીવના જોખમે રોડ પર ચાલવું પડે છે જેને કારણે ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતનો ભય રહેલો છે.

ભાંડુપ સ્ટેશનની બહાર ફેરિયાઓ, રિક્ષાચાલકો અને આડેધડ પાર્કિંગ થવાને કારણે રસ્તો અત્યંત સાંકડો થઈ જાય છે જેને કારણે BESTની બસના ચાલકોને બસ ચલાવવામાં ભારે મુશ્કેલી પડે છે. આ જ કારણોસર ૨૯ ડિસેમ્બરે ગોઝારો અકસ્માત થયો હતો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
