બોર એવું ફળ છે જેને લોકો સામાન્ય સમજે છે પરંતુ નાનકડું ફળ પોષકતત્વોનો ખજાનો છે. આ ફળમાં સંતરા કરતાં વધારે વિટામિન સી હોય છે. જે ઈમ્યૂનિટી બુસ્ટ કરવામાં મદદ કરે છે. સાથે જ આ ફળ હાર્ટ હેલ્થ પણ સુધારે છે. ચાલો આજે તમને બોર ખાવાથી થતા લાભ વિશે જણાવીએ.
શિયાળાની ઋતુમાં મળતા અલગ અલગ પ્રકારના ફળમાંથી એક બોર પણ છે. ઠંડી શરૂ થાય એટલે માર્કેટમાં અલગ અલગ પ્રકારના બોર મળવા લાગે છે. આ નાનકડા ફળને મોટાભાગે લોકો સામાન્ય ગણીને ઇગ્નોર કરી દેતા હોય છે. પરંતુ સામાન્ય લાગતું આ ફળ ઔષધીય ગુણોનો ખજાનો છે. સ્વાદમાં ખાટા, મીઠા બોર સ્વાસ્થ્યને પણ ભરપૂર લાભ કરે છે. ખૂબ ઓછા લોકો જાણતા હોય છે કે બોરમાં પ્રોટીન, વિટામીન બી12, એન્ટિઓક્સિડન્ટ જેવા મહત્વપૂર્ણ પોષક તત્વ હોય છે. બોરમાં સંતરા કરતાં પણ વધારે વટામીન સી મળે છે. ઠંડીની આ ઋતુમાં બોર ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં મદદ મળી શકે છે. બોરનું સેવન કરવાથી હાર્ટ હેલ્થ પણ સારી રહે છે આ ઉપરાંત બોરમાં ફાઇબર વધારે હોય છે જે પાચન તંત્ર દુરસ્ત રાખવામાં મદદ કરે છે. તો ચાલો તમને બોરથી થતા ફાયદા વિશે વિગતવાર જણાવીએ.

ઇમ્યુનિટી બુસ્ટ થશે
શિયાળામાં મળતા વિવિધ પ્રકારના બોર ખાવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. બોરમાં વિટામિન સી, વિટામીન બી12 અને વિટામીન એ ભરપૂર માત્રામાં હોય છે. સાથે જ આ ફળમાં એન્ટિ ઓક્સિડન્ટ પણ હોય છે. બોર ખાવાથી શરીરની ઇમ્યુનિટી મજબૂત કરવામાં મદદ મળી શકે છે.
વધારે વજન
જે લોકોને વજન ઓછું કરવું હોય તેમણે બોર ખાવા જોઈએ. કારણ કે બોરમાં ફાઇબરની માત્રા વધારે હોય છે. આ ઉપરાંત બોર ખાવાથી ગળ્યું ખાવાની ક્રેવિંગ કંટ્રોલ કરી શકાય છે. બોર ખાવાથી મેટાબોલિઝમ પણ બુસ્ટ થાય છે. જે લોકો વજન ઘટાડવા માંગતા હોય તેમણે ડાયેટમાં બોર સામેલ કરવા જોઈએ.
ગ્લોઈંગ સ્કીન
સામાન્ય દેખાતું આ ફળ તમારી ત્વચાને પણ હેલ્ધી અને ગ્લોઇંગ બનાવી શકે છે. બોરમાં વિટામિન સી અને એવા એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે ચહેરાની ત્વચાને હેલ્થી બનાવવામાં મદદ કરે છે. બોર ખાવાથી શરીરને એવા પોષક તત્વો મળે છે જે ચહેરા પર દેખાતી વધતી ઉંમરની નિશાનીઓને રોકવામાં અને ફ્રી રેડીકલ્સ સામે લડવામાં મદદ કરે છે.

હાર્ટ હેલ્થ
આજના સમયમાં નાની ઉંમરમાં પણ લોકોને હાર્ટ સંબંધિત સમસ્યાઓ રહેતી હોય છે. હાર્ટને હેલ્ધી રાખવા માટે અને હૃદય સંબંધિત સમસ્યાનું જોખમ ઓછું કરવા માટે બોરનું સેવન કરી શકાય છે. બોરમાં એવા તત્વો હોય છે જે હાર્ટને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
