ટીંડોળા સુપરફૂડ છે. આ સુપરફૂડમાં અનેક ગુણ હોય છે. આ શાક એવું છે જે તમને અનેક રોગથી બચાવી શકે છે અને રોગની સ્થિતિમાં ખાવાથી ફાયદો કરાવી શકે છે. તો ચાલો તમને જણાવીએ ટિંડોળા ખાવાથી શરીરને કેવા લાભ થાય છે.
લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે વરદાન સમાન ગણાય છે. કારણ કે તેમાં શરીરને ફાયદો કરે તેવા ગુણ ભરપૂર માત્રામાં હોય છે. પરંતુ આ વાતથી અજાણ લોકો ઘણા શાક જોઈને મોં બગાડે છે. આવું જ એક શાક છે ટીંડોળા. ટીંડોળા ખાવાનું મોટાભાગના લોકો ટાળતા હોય છે. પરંતુ આ નાનકડું શાક સુપર ફૂડ છે અને તેમાં અનેક ગુણ હોય છે. ટીંડોળામાં એન્ટિ ઓક્સિડન્ટસ એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટ્રી ગુણ સાથે વિટામીન, કેલ્શિયમ, આયરન, ફાઇબર અને પોટેશિયમ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. આ પોષક તત્વો વ્યક્તિને ઘણા રોગથી બચાવવામાં મદદ કરે છે. તો ચાલો તમને જણાવીએ ટીંડોળા ખાવાથી શરીરને કેવા ફાયદા થાય છે.
ડાયાબિટીસ

જો તમને ડાયાબિટીસ છે તો ટીંડોળાને આજથી જ ડાયટમાં સામેલ કરી લો. ટીંડોળામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછું હોય છે તે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસનું સેવન કરવાથી ઇન્સ્યુલિન લેવલ નિયંત્રિત કરવામાં મદદ મળે છે. આ શાક ટાઈપ 2 ડાયાબિટીસવાળા લોકોને ફાયદો કરે છે.
વધારે વજન
જો તમારું વજન વધારે છે અને તમે ઝડપથી વજન ઉતારવા માંગો છો તો ટીંડોળાનું શાક ખાવાનું શરૂ કરી દો. ટીંડોળા ફાઇબરથી ભરપૂર હોય છે અને તે પાચનતંત્રને દુરસ્ત બનાવી રાખે છે. આ શાકમાં કેલરી ઓછી હોય છે અને પાણી તેમજ ફાઇબર વધારે હોય છે જેને ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી અને વ્યક્તિ ઓવર ઇટિંગથી બચી જાય છે. આ શાક વજન કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે
એનીમિયા થી બચાવશે
એનિમિયા હોય તેવા લોકો માટે પણ ટીંડોળા ફાયદાકારક છે. શરીરમાં આયરનની ખામી હોય ત્યારે વ્યક્તિને નબળાઈ થાક અને શ્વાસ લેવામાં સમસ્યા જેવી તકલીફોનો અનુભવ થાય છે. પરંતુ ટીંડોળામાં રહેલું આયરન શરીરમાં હિમોગ્લોબિન લેવલ ઝડપથી વધારી શકે છે જેના કારણે એનિમિયાથી બચાવ થઈ શકે છે.

પેટનું સ્વાસ્થ્ય
ટીંડોળામાં ફાઇબર વધારે હોય છે જે પાચનમાં મદદ કરે છે જેના કારણે અપચો કબજિયાત જેવી ફરિયાદો રહેતી નથી. જે લોકોને પાચન સંબંધિત સમસ્યા રહેતી હોય તેમણે ટીંડોળા ખાવા જોઈએ, તેમને ફાયદો થઈ શકે છે. આ સિવાય એસીડીટી જેવી તકલીફમાં પણ ટીંડોળા ફાયદો કરે છે.
હાર્ટ હેલ્થ
ટીંડોળામાં સોડિયમ ઓછું અને પોટેશિયમ વધારે હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે. તેનાથી હાઇ બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ મળે છે. આ ઉપરાંત ટીંડોળામાં એન્ટિ ઓક્સિડન્ટ અને સોજા વિરોધી ગુણ હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવામાં મદદ કરે છે અને હૃદયનું સ્વાસ્થ્ય સુધારવામાં સહાયક થાય છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
