દલાલ સ્ટ્રીટ પર ‘બ્લેક ટ્યુઝડે’: નિફ્ટી પણ 353 પોઈન્ટ ગગડ્યો; HDFC બેંક સિવાય તમામ બ્લુચિપ શેરોમાં ધોવાણ, રિયલ્ટી અને મિડકેપ સેક્ટરનો રકાસ.
ભારતીય શેરબજાર (Indian Stock Market) માટે મંગળવારનો દિવસ ‘અમંગળ’ સાબિત થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ની આક્રમક ‘ટેરિફ પોલિસી’ (Tariff Policy) ના કારણે વૈશ્વિક બજારોમાં ઉભા થયેલા તણાવની સીધી અસર ભારતીય બજાર પર જોવા મળી છે. સપ્તાહના બીજા કારોબારી દિવસે દલાલ સ્ટ્રીટ પર જાણે રીંછનો પંજો ફરી વળ્યો હોય તેમ બજારમાં ચોતરફ વેચવાલી નીકળી હતી. કારોબારના અંતે BSE સેન્સેક્સ (Sensex) 1,065.71 પોઈન્ટના તોતિંગ ઘટાડા સાથે 82,180.47 ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 (Nifty-50) પણ 353 પોઈન્ટ તૂટીને 25,232.50 ના સ્તરે સેટલ થયો હતો. બજારમાં આવેલા આ સુનામીમાં માત્ર એક જ દિવસમાં રોકાણકારોની 10 Lakh Crore રૂપિયાથી વધુની સંપત્તિ ધોવાઈ ગઈ છે. છેલ્લા બે દિવસના ઘટાડાને ગણતરીમાં લઈએ તો આ નુકસાનનો આંકડો 12 Lakh Crore ને પાર પહોંચી ગયો છે.

ચોતરફ વેચવાલી
HDFC બેંક એકમાત્ર તારણહાર બજારમાં ગભરાટનો માહોલ એ હદે હતો કે સેન્સેક્સના 30 માંથી 29 શેરો લાલ નિશાનમાં બંધ થયા હતા. બ્લુચિપ કંપનીઓ જેવી કે Reliance (RIL), TCS, ITC અને Bajaj Finance ના શેરોમાં ભારે ધોવાણ જોવા મળ્યું હતું. આજના ‘બ્લડબાથ’માં માત્ર HDFC Bank નો શેર જ લીલા નિશાન પર ટકી રહેવામાં સફળ રહ્યો હતો. સૌથી વધુ નુકસાન સન ફાર્મા (Sun Pharma), બજાજ ફિનસર્વ અને ઇન્ટરગ્લોબ એવિએશનમાં નોંધાયું હતું. નાના અને મધ્યમ કદના શેરોની હાલત તો વધુ કફોડી હતી. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 2.57% અને સ્મોલકેપ ઇન્ડેક્સ 2.75% જેટલા તૂટ્યા હતા. સેક્ટર મુજબ જોઈએ તો રિયલ્ટી ઇન્ડેક્સમાં સૌથી વધુ 5% નું ગાબડું પડ્યું હતું.
બજાર તૂટવાના 4 મુખ્ય કારણો:
ટ્રમ્પની નીતિઓ: અમેરિકા અને યુરોપ વચ્ચે સંભવિત ‘ટ્રેડ વોર’ (Trade War) ના ભણકારા વાગી રહ્યા છે. ટ્રમ્પની ટેરિફ નીતિ અંગે યુએસ સુપ્રીમ કોર્ટ શું વલણ અપનાવે છે તેના પર બજારની નજર છે.
FIIs ની એક્ઝિટ: વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) ભારતીય બજારમાંથી સતત નાણાં પાછા ખેંચી રહ્યા છે, જે બજાર પર દબાણ વધારી રહ્યું છે.

નબળા પરિણામો: વિપ્રો (Wipro) અને ICICI Bank જેવા દિગ્ગજોના ત્રિમાસિક પરિણામો બજારની અપેક્ષા મુજબ ન આવતા સેન્ટિમેન્ટ ખરડાયું છે.
વૈશ્વિક પરિબળો: રૂપિયો નબળો પડવો અને ક્રૂડ ઓઈલ (Crude Oil) ના ભાવમાં ભડકો થવાથી મોંઘવારીની ચિંતા વધી છે.
નિષ્ણાતોના મતે, જ્યાં સુધી વૈશ્વિક સ્તરે સ્થિરતા નહીં આવે ત્યાં સુધી બજારમાં વોલેટિલિટી યથાવત રહી શકે છે. રોકાણકારોને હાલ સાવચેતીપૂર્વક વર્તવાની સલાહ આપવામાં આવે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
