સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ઘી સૌથી સારું ગણાય છે. આયુર્વેદમાં ઘીને અમૃત કહેવામાં આવે છે. પરંતુ આજના સમયમાં ઘી થી થતા લાભ વિશે લોકો જાણતા નથી. ચાલો તમને જણાવીએ ઘીનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનાથી કેવા લાભ થાય.
આયુર્વેદમાં ઘીને અમૃત કહેવામાં આવે છે. કારણ કે ઘી માટે અત્યંત પૌષ્ટિક અને લાભકારી છે. સામાન્ય રસોઈ હોય, મીઠાઈ હોય કે નમકીન તેમાં ઘી ઉમેરી દેવાથી તેનો સ્વાદ અને લાભ વધી જાય છે. ભારત સરકારના આયુષ મંત્રાલય અનુસાર ઘી ફક્ત સ્વાદ વધારતો પદાર્થ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. વર્ષોથી ભારતીય ઘરોમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે.. દરેક ઘરમાં ઘીનો ઉપયોગ થાય છે પરંતુ લોકો તેના પ્રાકૃતિક ગુણ વિશે જાણતા નથી. ઘી આધુનિક જીવનની ઘણી સમસ્યાઓનું સમાધાન છે. આજે તમને ઘીનો ઉપયોગ કરવાની રીત અને તેનાથી કઈ બીમારીઓ ઠીક થાય તે જણાવીએ.
હાડકાં મજબૂત થશે
આયુર્વેદ અનુસાર યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં ઘી લેવામાં આવે તો તે વ્યક્તિ માટે અમૃત છે. ઘીનું સેવન કરીને તમે હાડકાને મજબૂત કરી શકો છો. તેનાથી ઇમ્યુનિટી પણ બુસ્ટ થશે અને સ્ટ્રેસ ઘટી જશે. ઘીનું સેવન કરવાથી સાંધાની સમસ્યાઓ દૂર થઈ શકે છે

પાચન અગ્નિ તીવ્ર થશે
આયુર્વેદ અનુસાર ઘી પાચન અગ્નિને તીવ્ર કરવામાં મદદ કરે છે. તે આંતરડાને ચીકણા રાખે છે અને પોષક તત્વોના અવશોષણમાં મદદ કરે છે. ઘી થી ઈમ્યુનિટી મજબૂત બને છે અને રોગપ્રતિકારક ક્ષમતા પણ વધે છે. ઘી સાંધાના દુખાવા અને સોજા ઓછા કરવામાં મદદ કરે છે.
ઊંઘ સુધારે છે
આજની વ્યસ્ત અને અનિયમિત દિનચર્યામાં લોકો સ્ટ્રેસ અને ચિંતાના કારણે ઊંઘી શકતા નથી. આ સ્થિતિમાં ઘી મગજને શાંત કરીને ઊંઘની ગુણવત્તા સુધારવામાં મદદ કરશે. ઘી થી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે. ગીત ત્વચા અને વાળને પણ સુંદર બનાવે છે. ઘી ત્વચાને ડ્રાયનેસ, કરચલીઓ અને ડાઘ ઓછા થાય છે. ત્વચા પર લગાડવાથી ત્વચાને અંદરથી પોષણ મળે છે અને ચહેરા પર ગ્લો આવે છે.
ઘી નો ઉપયોગ કેવી રીતે કરવો ?
આયુર્વેદ એક્સપર્ટ અનુસાર રોજ સવારે ખાલી પેટ હુંફાળા પાણીમાં ઘી ઉમેરીને પીવું જોઈએ. તમે હુંફાળા દૂધમાં પણ ઘી ઉમેરીને પી શકો છો. આ સિવાય દિવસ દરમિયાન રોટલી, દાળ, ખીચડી જેવા આહારમાં પણ ઘી ઉમેરીને ખાઈ શકાય છે. રાત્રે સુતા પહેલા દૂધ ગરમ કરી તેમાં ઘી ઉમેરીને પીવું તેનાથી સ્ટ્રેસ ઓછો થાય છે ઊંઘ સારી આવે છે અને કબજિયાત જેવી સમસ્યાથી રાહત મળે છે. સામાન્ય વ્યક્તિએ દિવસ દરમિયાન એક થી બે ચમચી ઘી લેવું જોઈએ. તેનાથી વધારે માત્રામાં રોજ ઘી લેવાથી કફ થઈ શકે છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
