જો તમને વારંવાર માથામાં દુખાવો થતો હોય તો તેનું કારણ ફક્ત સ્ટ્રેસ હોય તેવું નથી. આપણી કેટલીક ખરાબ આદતો પણ માથાનો દુખાવો ટ્રીગર કરે છે. આવી આદતો હોય તો તેને તુરંત સુધારી લેવી જોઈએ.
માથાનો દુખાવો એક સામાન્ય લાગતી સમસ્યા છે પરંતુ આ સમસ્યા પરેશાની ઉભી કરી શકે છે. જો દિવસથી શરૂઆત થાય ત્યારથી જ માથું દુખતું હોય તો આખો દિવસ ખરાબ થઈ જાય છે. ઘણી વખત તીવ્ર માથાનો દુખાવો ન હોય પરંતુ માથું થોડું ભારે લાગે છે, ઘણી વખત માથામાં રહી રહીને તીવ્ર દુખાવો ઉપડે છે અને પછી શાંત થઈ જાય છે. તો કેટલીક વખત આંખની પાછળનો ભાગ સતત દુખતો હોય તેવું લાગે. આવી રીતે દુખતું માથું કેટલીક ખરાબ આદતોના કારણે હોઈ શકે છે.
વારંવાર માથાનો દુખાવો થતો હોય તો લોકો દવા લઈને તેનાથી છુટકારો મેળવી લેતા હોય છે. પરંતુ ખરાબ આદતોના કારણે જ્યારે માથું દુખતું હોય છે તો તે દવા લીધા પછી થોડા સમયમાં ફરીથી શરૂ થઈ જાય છે. જો તમારે માથાનો દુખાવો દવા વિના મટાડવો હોય તો આ આદતોને સુધારો. આ 5 નાની નાની આદતો સામાન્ય લાગે છે પરંતુ તેના કારણે માથામાં તીવ્ર દુખાવો થઈ શકે છે. ખાસ કરીને જે લોકોને માઈગ્રેન હોય તેમનો દુખાવો આ આદતના કારણે દુખાવો ટ્રિગર થઈ શકે છે.

સવારે નાસ્તો ન કરવો
રિસર્ચ અનુસાર 80 થી 90 % માથાના દુખાવાનું કારણ મોટી બીમારી નથી હોતી, માથાના દુખાવાનું સૌથી સામાન્ય કારણ છે સવારે નાસ્તો ન કરવો. લોકો ઉતાવળમાં અથવા તો વજન ઘટાડવાના ચક્કરમાં સવારનો નાસ્તો ટાળતા હોય છે. જેના કારણે સુગર લેવલ ઝડપથી ઘટી જાય છે અને તેની અસર મગજ ઉપર પડે છે અને સાથે જ માથાનો દુખાવો શરૂ થઈ જાય છે. સવારનો નાસ્તો શરીર માટે જરૂરી હોય છે જો શરીરને સવારે નાસ્તો ન મળે તો માથાનો દુખાવો વધે તેવી શક્યતા રહે છે.
મોડી રાત સુધી જાગવું
જે લોકોને મોડી રાત સુધી જાગવાની આદત હોય તેમની ઊંઘ પુરી થતી નથી અને તેના કારણે સવારે માથું ભારે રહે છે. રોજ મોડી રાત્રે સુવાથી શરીર અને મગજને જરૂરી આરામ મળતો નથી. આ સિવાય સૂતા પહેલા લેપટોપ કે મોબાઈલ જોવાની આદત હોય તો પણ ઊંઘ ખરાબ થાય છે.
માનસિક તણાવ
સતત તણાવ, ચિંતા અને કામના પ્રેશરના કારણે પણ માથું દુખે છે. ઘણીવાર વધારે વિચારવાના કારણે પણ માથું દુખે છે. આવી આદતના કારણે મગજ સતત એલર્ટ મોડમાં રહે છે અને તેના કારણે માથામાં દુખાવો થાય છે. સ્ટ્રેસ અને ચિંતા ઓછી થાય તે માટે મેડિટેશન કરવાનું રાખો.
બેઠાળુ જીવનશૈલી
આજની લાઈફસ્ટાઈલમાં લોકો કલાકો સુધી એક જગ્યાએ બેસીને કામ કરે છે. હલન ચલન ઓછું હોય છે. લોકો એક્સરસાઈઝ પણ કરતા નથી. જેના કારણે શરીરની ફિઝિકલ એક્ટિવિટી ઘટી જાય છે. આ આદતના કારણે પણ શરીરમાં સ્ટ્રેસ વધે છે. અને સ્ટ્રેસના કારણે માથું દુખે છે.

અનહેલ્ધી ફુડ
દિવસ દરમિયાન ખવાતો આહાર પણ માથાના દુખાવાને ટ્રીગર કરી શકે છે. તીખું, મસાલેદાર કે તળેલું ભોજન વધારે કરતાં લોકોને એસિડિટી, ગેસની તકલીફ થાય છે અને પાચન સંબંધિત આ બંને સમસ્યામાં માથું દુખે છે. તેથી હેલ્ધી લાઈફસ્ટાઈલ સાથે હેલ્થી આહાર લેવાનું રાખો.
હેલ્થ એક્સપર્ટ અનુસાર 90 ટકા કેસમાં માથાનો દુખાવો કોઈ ગંભીર સમસ્યાના કારણે નહીં પરંતુ આ આદતોના કારણે જ હોય છે. જો તમે આ આદતો સુધારી લેશો તો દવા વિના માથાના દુખાવાથી મુક્તિ મળી જશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
