15 ફેબ્રુઆરી, 2026 થી બદલાશે નિયમો; ₹25,000 થી વધુના ટ્રાન્ઝેક્શન પર ચૂકવવો પડશે સર્વિસ ચાર્જ, જોકે નાના ડિજિટલ વ્યવહારો રહેશે ફ્રી.
દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (State Bank of India – SBI) ના કરોડો ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે. જો તમારું ખાતું પણ SBI માં છે અને તમે નેટ બેંકિંગ કે મોબાઈલ એપનો વધુ પડતો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા ખિસ્સા પર સીધી અસર કરી શકે છે. બેંકે તાત્કાલિક ચુકવણી સેવા એટલે કે IMPS (Immediate Payment Service) દ્વારા થતા ઓનલાઈન વ્યવહારો પર નવા સર્વિસ ચાર્જ (Service Charges) લાગુ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી ઓનલાઈન IMPS ફ્રી હતું, પરંતુ હવે મોટા વ્યવહારો માટે ગ્રાહકોએ વધારાની રકમ ચૂકવવી પડશે. જોકે, રાહતની વાત એ છે કે આ ચાર્જ માત્ર ₹25,000 થી વધુના વ્યવહારો પર જ લાગુ થશે, એટલે કે નાના ડિજિટલ પેમેન્ટ્સ પહેલાની જેમ જ મફત રહેશે.

એસબીઆઈના નવા નોટિફિકેશન મુજબ, આ સુધારેલા ચાર્જીસ આગામી 15 February, 2026 થી અમલમાં આવશે. હવે જો કોઈ ગ્રાહક ઇન્ટરનેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અથવા YONO App (યોનો એપ) દ્વારા ₹25,000 સુધીની રકમ ટ્રાન્સફર કરે છે, તો તેની પાસેથી કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. પરંતુ, જો રકમ ₹25,000 થી વધીને ₹1 Lakh સુધીની હશે, તો ગ્રાહકે ₹2 + GST ચૂકવવો પડશે. તેવી જ રીતે, ₹1 Lakh થી ₹2 Lakh સુધીના ટ્રાન્સફર માટે ₹6 + GST અને ₹2 Lakh થી ₹5 Lakh સુધીની મોટી રકમ માટે ₹10 + GST વસૂલવામાં આવશે. ટૂંકમાં, તમે જેટલી મોટી રકમ IMPS દ્વારા મોકલશો, તેટલો સર્વિસ ચાર્જ લાગશે, જોકે બેંકે આ ચાર્જને સામાન્ય ગ્રાહકને પરવડે તેવો જ રાખ્યો છે.
બેંકે સ્પષ્ટતા કરી છે કે શાખા (Branch) માં જઈને કરવામાં આવતા IMPS વ્યવહારોના ચાર્જમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તે ₹2 થી ₹20 પ્લસ GST જેટલા યથાવત રહેશે. આ ઉપરાંત, બેંકે અમુક ખાસ કેટેગરીના ખાતાધારકોને આ નવા ચાર્જમાંથી મુક્તિ આપી છે. જેમાં DSP, PMSP, ICSP, અને શૌર્ય ફેમિલી પેન્શન એકાઉન્ટ જેવા સેલેરી અને ડિફેન્સ એકાઉન્ટ્સનો સમાવેશ થાય છે. એટલે કે આ ખાતાધારકો પર નવા નિયમોની કોઈ અસર થશે નહીં.

આ સિવાય, ગ્રાહકોએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે ATM વ્યવહારોના નિયમોમાં પણ ફેરફાર થઈ ચૂક્યા છે, જે 1 Dec, 2025 થી લાગુ છે. નવા નિયમો મુજબ, જો તમારી ફ્રી લિમિટ પૂરી થઈ ગઈ હોય અને તમે અન્ય બેંકના ATM માંથી પૈસા ઉપાડો છો, તો તમારે ₹23 + GST ચૂકવવો પડશે. જોકે, સેલેરી એકાઉન્ટ અને કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને આ વધેલા ATM ચાર્જમાંથી રાહત આપવામાં આવી છે. આમ, SBI ગ્રાહકોએ હવે ઓનલાઈન અને ઓફલાઈન બંને પ્રકારના વ્યવહારો કરતી વખતે નવા ચાર્જીસને ધ્યાનમાં રાખીને જ પ્લાનિંગ કરવું પડશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
