પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા અને ટિકિટની વધતી માગને ધ્યાનમાં રાખીને બાંદ્રા ટર્મિનસ–ભુજ દ્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી મુજબ, ટ્રેન નંબર ૦૯૦૩૭ બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ ટ્રેનના ફેરા હવે ૨૯ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યા છે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૦૯૦૩૮ ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ટ્રેનના ફેરા ૩૦ જાન્યુઆરી, ૨૦૨૬ સુધી લંબાવવામાં આવ્યા છે, જેથી કચ્છ અને મુંબઈ વચ્ચે અવરજવર કરતા મુસાફરોને મોટી રાહત મળશે.

આ ટ્રેનના લંબાવવામાં આવેલા ફેરા માટેનું બુકિંગ ૧૪ જાન્યુઆરી, ૨૦૨૬થી તમામ પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. રેલવેના આ નિર્ણયથી આગામી દિવસોમાં કચ્છ અને ગુજરાતની મુસાફરીનું આયોજન કરતા મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં સરળતા મળી રહેશે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
