ચૂંટણી પહેલા દારુ, રૂપિયા વગેરે જેવી વસ્તુઓની હેરાફેરી વધી જતી હોય છે. તેથી આવા સંજોગોમાં પોલીસ એલર્ટ મોડમાં રહે છે. મહારાષ્ટ્રમાં BMCની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે મુંબઈ પોલીસ ચૂંટણી પહેલા જ નકલી નોટોનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. જેમાં 72 હજાર રૂપિયાની નકલી નોટો ઝડપાઈ છે.
બાંગ્લાદેશથી નકલી નોટ આવ્યાની આશંકા

ગત અઠવાડિયે શિવાજી પાર્ક પોલીસે દાદર રેલવે સ્ટેશન પાસેથી અમરૂદ્દીન શેખ(ઉ.61) નામના શખ્સની ધરપકડ કરી હતી. તેની પાસેથી 500-500 રૂપિયાની નકલી નોટો મળી આવી હતી. જેની કુલ કિંમત 72,000 રૂપિયા હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, નકલી નોટની ગુણવત્તા ઘણી સારી હતી. આ નકલી નોટ બાંગ્લાદેશથી લાવવામાં આવી હશે, એવી પોલીસે આશંકા વ્યક્ત કરી હતી. આ નકલી નોટની જપ્તીને લઈને હવે વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
નકલી નોટ બાંગ્લાદેશથી આવી હશે, એ આશંકાના આધારે મુંબઈ પોલીસે ઝારખંડના સાહેબગંજ જિલ્લામાં બાંગ્લાદેશની સરહદ પાસે એક સીક્રેટ ઓપરેશન ચલાવ્યું હતું. આ ઓપરેશનના પરિણામે તાજેતરમાં એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. જેનું નામ જોસના બીબી ઉર્ફ સેરાજુલ શેખ(ઉ.49) છે.
60 હજારના બદલામાં 1 લાખની નકલી નોટ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ મહિલા નકલી નોટોની સપ્લાયર હતી. તે 60 હજાર રૂપિયાની અસલી નોટના બદલામાં 1 લાખ રૂપિયાની નકલી નોટ આપતી હતી. તે છેલ્લા બે વર્ષથી આ ગેરકાયદે નેટવર્કમાં સક્રિય છે. તેણે અત્યારસુધીમાં 12થી 14 લાખ રૂપિયાની નકલી નોટ સપ્લાય કર્યાનો પોલીસ અંદાજ લગાવી રહી છે. અમરૂદ્દીન શેખ અને સેરાજુલ શેખે નકલી નોટનો ઉપયોગ કયા વિસ્તારમાં અને કયા માધ્યમોથી કર્યો છે? એ દિશામાં મંબઈ પોલીસે તપાસ હાથ ધરી છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
