ઘણા લોકોના હાથ અને પગના નખનો રંગ ઠંડી વધે એટલે બદલી જતો હોય છે. નખનો રંગ બ્લુ, ગ્રે કે રીંગણી થઈ જતો હોય છે. નખનો રંગ શરીરમાં કઈ વસ્તુની ખામીના કારણે બદલી જાય છે ચાલો તમને જણાવીએ.
ઠંડીની ઋતુ મોટાભાગના લોકોને પસંદ હોય છે પરંતુ જેમ જેમ ઠંડી વધે તેમ કેટલીક સમસ્યાઓનો સામનો પણ કરવો પડે છે. કેટલીક સમસ્યા તો એવી હોય છે જેના પર લોકો ધ્યાન પણ આપતા નથી. જેમ કે ઠંડી વધે એટલે આંગળીના નખ ગ્રે રંગના કે બ્લુ જેવા થઈ જાય છે. તેવામાં એ વાતની ખબર પણ પડતી નથી કે નખનો રંગ આ રીતે શા માટે બદલી જાય છે. જો ઠંડીમાં તમારા નખનો રંગ પણ બદલી જતો હોય તો ચાલો તમને જણાવીએ શિયાળામાં આવું શા માટે થાય છે.
હેલ્થ એક્સપર્ટ અનુસાર ઠંડીની ઋતુમાં શરીર પોતાને ગરમ રાખવા માટે હાથ અને પગની નસોને સંકોચી લે છે. જેના કારણે પગની આંગળીઓ સુધી લોહી ઓછું પહોંચે છે. નશો સંકોચાઈ જવાથી લોહી ઓછું પહોંચે છે અને ત્યાં ઓક્સિજન પણ ઓછું થઈ જાય છે. તેના કારણે પગની આંગળીઓના નખ ગ્રે, રીંગણી કે બ્લુ કલરના દેખાય છે. જોકે આ એક નોર્મલ સ્થિતિ છે તે કોઈ ગંભીર સમસ્યા નથી.

ઘણા લોકોમાં આ સમસ્યા સ્ટ્રેસના કારણે પણ થઈ જાય છે. ઠંડી લાગવાથી વધારે શરીર વધારે સ્ટ્રેસ ફીલ કરે છે અને હાથ અને પગના આંગણામાં જતું લોહી ઓછું થઈ જાય છે. અને તેના કારણે નખ પહેલા તો સફેદ દેખાય છે અને પછી ધીરે ધીરે ગ્રે કે બ્લુ રંગ જેવા થવા લાગે છે. આ સમસ્યા મોટાભાગે મહિલાઓને અથવા તો વધારે પડતા દુબળા હોય તેવા લોકોને જોવા મળે છે. આ સિવાય જે લોકો વધારે ઠંડા વિસ્તારમાં રહેતા હોય તેમને પણ આ તકલીફ જોવા મળે છે.
શરીરમાં લોહીની ખામી હોય કે હિમોગ્લોબિન ઓછું હોય તો પણ પગની આંગળીના નખ બ્લુ પડી શકે છે. જ્યારે શરીરમાં લોહી ઓછું હોય તો શક્તિ પણ ઓછી હોય છે. જેના કારણે શરીરમાં યોગ્ય માત્રામાં ઓક્સિજન પહોંચી શકતું નથી. પરિણામે નખ બ્લુ કે રીંગણી કલરના દેખાય છે. સુગર, થાઇરોડ જેવી બીમારી હોય અથવા તો ધૂમ્રપાન કરવાની આદત હોય તેમના નખનો રંગ પણ આવો દેખાતો હોય છે.
શરીરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન હોય તેમ છતાં જો તમે ઠંડા વાતાવરણમાં વધારે સમય રહો તો પણ નખ બ્લુ પડી શકે છે. ઠંડી લાગવાથી નખનો રંગ બદલી જાય છે અને તેમાં દુખાવો પણ થઈ શકે છે. જો ઠંડીમાં લાંબા સમય સુધી રહેવામાં આવે તો હાથ સુન્ન પણ પડી જાય છે. ઠંડીની ઋતુ સિવાય જો નખનો રંગ કાયમી બદલેલો રહેતો હોય તો તેને ઇગ્નોર ન કરો અને ડોક્ટરની સલાહ તુરંત લેવી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga

For more details… Contact 9322529232 / 9324483455
