મહિલાઓને મેનોપોઝ દરમિયાન શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સમયે તેમના શરીરમાં ઘણા ફેરફાર થતા હોય છે તેથી તેને વધારે કેરની પણ જરૂર પડે છે. સતત થાક, ચિડીયાપણું જેવી સમસ્યા પાછળ કયા કારણ જવાબદાર હોય છે ચાલો જાણીએ.
મેનોપોઝ મહિલાના જીવનનો સૌથી સંવેદનશીલ સમય હોય છે. સામાન્ય રીતે 45 થી 55 વર્ષની ઉંમરમાં મહિલાના મેનોપોઝ શરૂ થાય છે આ સમય દરમિયાન માસિક ધર્મ હંમેશા માટે બંધ થઈ જાય છે. આ વાત સાંભળવામાં સામાન્ય લાગે પરંતુ મેનોપોઝ દરમિયાન સ્ત્રીના શરીરમાં હોર્મોનલ ફેરફાર થવા લાગે છે. શરીરમાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઓછા થવા લાગે છે જેના કારણે સ્ત્રીને શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મેનોપોઝ દરમિયાન સતત થાક લાગવો અને ચીડીયાપણું અનુભવાય છે. આ સિવાય પણ ઘણી બધી તકલીફો થતી હોય છે. આ તકલીફો વિશે ઘરની દરેક વ્યક્તિએ જાણકારી રાખવી જરૂરી છે.
હોટ ફ્લેશિસ અને નાઈટ સ્વેટ

મેનોપોઝ દરમિયાન અચાનક ગરમી લાગવા લાગે અને શરીરમાંથી પરસેવો નીકળવા લાગે છે. ઘણી મહિલાઓનો ચહેરો લાલ થઈ જાય છે અને રાતના સમયે અચાનક જ પરસેવો વળવા લાગે છે જેના કારણે ઊંઘ પણ બગડે છે. આ સમસ્યા મોટાભાગે રાત્રે થાય છે જેના કારણે સવારે જાગ્યા પછી પણ થાક લાગે છે અને ઘણી મહિલાઓને ચક્કર પણ આવે છે. હોટ ફ્લેશિસ ક્યારેક થતી સમસ્યા નથી મેનોપોઝ દરમિયાન આવું વારંવાર થાય છે.
ઊંઘની સમસ્યા અને થાક
મેનોપોઝ દરમિયાન ઊંઘ ન આવવી અથવા તો વારંવાર ઊંઘ ઊડી જવા જેવી તકલીફ થાય છે. હોર્મોનલ ફેરફારના કારણે ઊંઘની પેટર્ન પણ બગડી જાય છે. જેના કારણે શરીરમાં આખો દિવસ થાક રહે છે અને નાના મોટા કામ કરવા પણ મુશ્કેલ થઈ જાય છે આ સમય દરમિયાન એકાગ્રતા ઓછી થઈ જાય છે અને માથામાં દુખાવો, શરીરમાં દુખાવો જેવી તકલીફો વધી જાય છે.
મૂડ સ્વિંગ
મેનોપોઝ દરમિયાન મહિલાઓમાં ગુસ્સો, ઉદાસી, ચીડીયાપણું વધારે જોવા મળે છે. ઘરના લોકો પણ સ્ત્રીના સ્વભાવમાં થતા આ ફેરફારોના કારણને ઓળખી શકતા નથી. મેનોપોઝના કારણે આવી તકલીફો થતી હોય છે. શરીરમાં જરૂરી હોર્મોન ઓછા થતા હોય છે જેના કારણે મૂડ સ્વિંગ થાય છે. મહિલાઓ ક્યારેક ખુશ હોય છે તો ક્યારેક ગુસ્સે થઈ જાય છે ઘણી વખત ચિંતા વધી જાય છે તો ઘણી વખત રડવું પણ આવે છે આવી તકલીફો મૂડ સ્વિંગના કારણે થતી હોય છે.

મેનોપોઝના કારણે થતી અન્ય સમસ્યા
મેનોપોઝના કારણે માસિક અનિયમિત થઈ જાય છે. વજાઈનલ ડ્રાયનેસ વધી જાય છે. યાદશક્તિ નબળી પડી જાય છે અને સાથે જ સાંધામાં દુખાવા થાય છે. મેનોપોઝ દરમિયાન વજન અસામાન્ય રીતે વધી પણ શકે છે. મેનોપોઝના લક્ષણ દરેક મહિલામાં અલગ અલગ રીતે જોવા મળે છે કેટલીક મહિલાઓને વધારે સમસ્યા થાય છે તો કેટલીક મહિલાઓને ઓછી સમસ્યા. મેનોપોઝના આ લક્ષણો ચારથી પાંચ વર્ષ સુધી રહી શકે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
