મુંબઈથી અમદાવાદનું અંતર બે-અઢી કલાકમાં પાર કરી શકાય એ માટે મહત્વકાંક્ષી મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ હાથમાં લેવામાં આવ્યો છે. આ પ્રકલ્પનું પહેલુ સ્ટેશન બાન્દરા-કુર્લા કોમ્પ્લેક્સનું બાંધકામ ચાલુ છે. જો કે બીકેસીના કામ દરમિયાન વાયુ પ્રદૂષણ નિયંત્રણ નિયમવલીનું ઉલ્લંઘન કરવા પ્રકરણે મુંબઈ મહાપાલિકાએ બુલેટ ટ્રેનના કામને કામ બંધ (સ્ટોપ વર્ક) નોટિસ બજાવી છે. તેથી હવે આ કામ બંધ કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પમાં જરૂરી સુધારા જ્યાં સુધી નહીં કરવામાં આવે ત્યાં સુધી કામ બંધ રહેશે. એનો ફટકો બુલેટ ટ્રેન પ્રકલ્પના કામને પડવાની શક્યતા છે.
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ 508 કિલોમીટર લાંબા મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રકલ્પ કરી રહી છે. દેશનો આ પ્રથમ હાઈસ્પીડ રેલવે પ્રકલ્પ 2029 સુધી પૂરી રીતે શરૂ થાય એવી શક્યતા છે. આ પ્રકલ્પમાં પહેલુ અને મહત્વનું સ્ટેશન બીકેસી ખાતે બાંધવામાં આવી રહ્યું છે. આ સ્ટેશનના કામ અંતર્ગત અત્યારે ખોદકામ ચાલુ છે. આ કામ દરમિયાન એનએચએસઆરસીએલ તરફથી વાયુ પ્રદૂષણ નિયંત્રણ નિયમાવલીનું ઉલ્લંઘન થતું હોવાની બાબત મહાપાલિકાની તપાસમાં જણાઈ હતી. એ પછી મહાપાલિકા તરફથી કારણ દર્શાવો નોટિસ બજાવીને જરૂરી સુધારા કરવાનો આદેશ આપવામાં આવ્યો.

આ નોટિસ પછી પણ પ્રકલ્પના વાયુ પ્રદૂષણ નિયંત્રણની દષ્ટિએ જરૂરી સુધારા ન થવાથી બીકેસીના વાયુ પ્રદૂષણમાં, હવાની ગુણવત્તા ખરાબ થવામાં આ પ્રકલ્પ જવાબદાર હોવાનું પ્રકાશમાં આવ્યું. આ પ્રકલ્પના કામના લીધે થતા પ્રદૂષણ પર હાઈ કોર્ટે નારાજગી વ્યક્ત કરીને મહાપાલિકની ટીકા કરતા જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
મેટ્રો-2બી અને હાઈ કોર્ટના કામમાં ઝટ સુધારો અંધેરી પશ્ચિમ –મંડાલે, માનખુર્દ મેટ્રો-2બી રૂટ અને બાન્દરાના હાઈ કોર્ટ પ્રકલ્પના તોડકામ દરમિયાન વાયુ પ્રદૂષણ નિયંત્રણ નિયમાવલીનું ઉલ્લંઘન થાય છે. તેથી આ બંને પ્રકલ્પમાં પણ કોન્ટ્રેક્ટરોને કારણ દર્શાવો નોટિસ બજાવવામાં આવી છે. આ બંને પ્રકલ્પમાં વાયુ પ્રદૂષણ નિયંત્રણ નિયમાવલીની જે બાબતોનું ઉલ્લંઘન થયું છે એમાં સુધારા કરવાનું આશ્વાસન પ્રકલ્પની સંબંધિત યંત્રણાઓએ આપ્યું છે. તેથી આ પ્રકલ્પોને કામ બંધ કરવાની નોટિસ હજી આપવામાં આવી છે. જરૂરી સુધારા કરવા પ્રકલ્પને સમય આપવામાં આવ્યો છે. આ સમયમાં સુધારા નહીં થાય તો આગળ નિયમાનુસાર કાર્યવાહી કરવામાં આવશે એમ મહાપાલિકાએ જણાવ્યું છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
