શ્રી નાગરદાસ ડી. ભુતા હાઈ સ્કૂલના પ્રિ-પ્રાઈમરી અને પ્રાઈમરી વિભાગ દ્વારા વાર્ષિક રમતોત્સવ ૨૦૨૫–૨૦૨૬નું ભવ્ય આયોજન ૨૧ ડિસેમ્બરે સ્વ. જયસુખલાલ નાગરદાસ ભુટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું. આત્મવિશ્વાસ,ઈમાનદારી, રમતિયાળ ભાવના અને સતત પ્રયત્નનો સંદેશ આપતો આ કાર્યક્રમ ઉત્સાહ અને આનંદથી ભરપૂર રહ્યો.
માનનીય મેનેજિંગ ટ્રસ્ટી કમલેશ ભુતા તથા ટ્રસ્ટી દેવાંગી ભુતાના હસ્તે પરંપરાગત લેઝિમ નૃત્ય સાથે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ટ્રસ્ટીઓ, વ્યવસ્થાપન, શિક્ષકો, વિદ્યાર્થીઓ, પી.ટી.એ. સભ્યો અને વાલીઓની ઉપસ્થિતિએ કાર્યક્રમને ગૌરવ આપ્યું.

દીપ પ્રગટાવ્યા બાદ પ્રાર્થના, શાળા ગાન, મહેમાનોનું સન્માન, પ્રેરણાદાયક ભાષણ, શપથવિધિ, ટોર્ચ પ્રજ્વલન અને માર્ચ પાસ્ટ સાથે રમતોત્સવની શરૂઆત કરવામાં આવી. રમતોત્સવ દરમિયાન માનવ પિરામિડ, “ઓપરેશન સિંદૂર” પ્રદર્શન, પ્રિ-પ્રાઈમરી માટે ફન ગેમ્સ તથા પ્રાઈમરી વિભાગ માટે દોડ સ્પર્ધાઓ, ટ્રેક ઇવેન્ટ્સ અને કબડ્ડી મેચ યોજાઈ.નાનકડા ખેલાડીઓની ઉત્સાહભરી ભાગીદારીથી સમગ્ર વાતાવરણ આનંદ અને તાળીઓથી ગુંજી ઉઠ્યું. વિજેતાઓને ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા અને રાષ્ટ્રગાન સાથે આ ભવ્ય રમતોત્સવનું સમાપન થયું.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
