ડિસેમ્બરના અંતમાં શહેરમાં વધુ બે નવા મેટ્રો રૂટ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તાજેતરમાં મેટ્રો-3 પ્રકલ્પની સંપૂર્ણ શરૂઆત થયા બાદ મુંબઈગરાને ઘણી રાહત મળી હતી. હવે વધુ મેટ્રો રૂટ શરૂ થતા પ્રવાસનો તાણ નોંધપાત્ર રીતે ઓછો થશે.
એમએમઆરડીએ તરફથી મળેલી માહિતી અનુસાર દહિસર પૂર્વ-કાશીગાવ દરમિયાન મેટ્રો-9નો થોડો ભાગ અને ડાયમંડ ગાર્ડન-મંડાલે દરમિયાનના મેટ્રો-2બી રૂટનો થોડો ભાગ 31 ડિસેમ્બર સુધી શરૂ થઈ શકે છે. બંને મેટ્રો રૂટનું ઉદઘાટન પ્રથમ તબક્કો હશે. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી માટે આદર્શ આચારસંહિતા લાગુ હોવાથી મેટ્રો રેલ સેફ્ટી કમિશનર લાઈન 9ને મંજૂરી આપે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવે છે. તેમ જ આ બંને મેટ્રો લાઈનનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવે એવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવે છે.
મેટ્રો-7 રૂટનું વિસ્તરીકરણ કરીને એને આગળ મેટ્રો-9 રૂટ જોડવામાં આવ્યો છે. આ સંપૂર્ણ એલિવેટેડ મેટ્રો રૂટ દહિસર પૂર્વથી મિરા-ભાઈંદર સુધી જોડવામાં આવશે. અત્યારે મેટ્રો-7 ગુંદવલીથી દહિસર પૂર્વ સુધી ચાલુ છે. ત્યાંથી આગળ મેટ્રો-9 શરૂ થવાથી પશ્ચિમ મુંબઈથી થાણે સુધી કનેક્ટિવિટી મળશે. તેથી પ્રવાસીઓના સમયની મોટા પ્રમાણમાં બચત થશે. આ માર્ગ 13.58 કિલોમીટર લાંબો છે.

દરમિયાન માનખુર્દ પરિસરના ડી.એન. નગરથી મંડાલે સુધી જતા મેટ્રો રૂટ 2બીનું બાંધકામ અત્યારે ચાલુ છે. આ રૂટના પ્રથમ તબક્કા તરીકે ચેંબુરના ડાયમંડ ગાર્ડનથી મંડાલે દરમિયાનના 5.3 કિલોમીટર લાંબો ભાગ પરીક્ષણ માટે તૈયાર છે. એના પર અત્યારે પરીક્ષણ થઈ રહ્યા છે.
આવતા વર્ષે મેટ્રો-2બી મેટ્રો લાઈન 2બીનો બીજો તબક્કો ડી.એન. નગરથી ખાર (સારસ્વત નગર) દરમિયાન છે. આ તબક્કો આવતા વર્ષે ઉનાળામાં શરૂ થાય એવી શક્યતા છે. એ પછી ફક્ત ત્રીજો તબક્કો બચશે જેમાં સારસ્વત નગરથી ડાયમંડ ગાર્ડન જોડવામાં આવશે. આ રૂટ પૂરો થયા પછી મેટ્રો-2બી 23.6 કિલોમીટર લાંબો અને કુલ 20 સ્ટેશન ધરાવતો રૂટ બનશે. આ રૂટના લીધે પૂર્વ-પશ્ચિમ ઉપનગરોને કનેક્ટિવિટી મળશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
