મુલુંડ-વેસ્ટના કાલિદાસ કૉમ્પ્લેક્સમાં આવેલો સ્વિમિંગ-પૂલ છેલ્લા ૧૫ મહિનાથી નૂતનીકરણ માટે બંધ કરવામાં આવ્યો છે એને કારણે મુલુંડના આશરે ૪૦૦૦ સ્વિમરોને સ્વિમિંગ માટે વિક્રોલી અથવા થાણે જવાની કરજ પડી રહી છે. હાલમાં ધીમી ગતિએ ચાલી રહેલા સ્વિમિંગ-પૂલના કામને કારણે સ્વિમરો રોષ વ્યક્ત કરી રહ્યા છે. બૃહમુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની પ્રિયદર્શિની ઇન્દિરા ગાંધી ક્રીડા સંકુલ સંસ્થા દ્વારા ચલાવવામાં આવતો કાલિદાસ સ્વિમિંગ-પૂલ ૩૦ વર્ષ જૂનો થઈ જવાથી એના ફિલ્ટરેશન પ્લાન્ટમાં સતત પરેશાનીઓ સામે આવતી હતી. અંતે BMCએ ૧૦ કરોડ રૂપિયાના ખર્ચે સ્વિમિંગ-પૂલનું નૃતનીકરણનું કામ ૨૦૨૪માં શરૂ કર્યું હતું.

કાલિદાસ સ્વિમિંગ-પૂલના એક સ્વિમરે કહ્યું હતું કે હું છેલ્લાં ૨૦ વર્ષથી મુલુંડના કાલિદાસ સ્વિમિંગ-પૂલનો મેમ્બર છું. મારા જેવા હજારો લોકો રોજ સવારે અને સાંજે સ્વિમિંગ કરવા અહીં આવતા હતા. જોકે સ્વિમિંગ-પૂલ જૂનો થઈ જતાં એના ફિલ્ટરેશન પ્લાન્ટમાં અનેક વાર તકલીફ સામે આવી હતી. અનેક વાર BMCએ એના પર લાખો રૂપિયાનો ખર્ચ કરીને એને રિપેર કર્યો હતો, જોકે પરિસ્થિતિમાં સુધારો થયો નહોતો. અંતે ૨૦૨૪ની શરૂઆતમાં BMCએ આગળથી સૂચના આપ્યા વગર સ્વિમિંગ-પૂલ બંધ કરી દીધો હતો. ત્યારથી મુલુંડનો એકમાત્ર સ્વિમિંગ-પૂલ બંધ થઈ જવાથી અમને BMCના વિક્રોલીમાં આવેલા સ્વિમિંગ-પૂલમાં જવાની ફરજ પડી રહી છે.

કેટલાક લોકો થાણેના સ્વિમિંગ-પૂલમાં જાય છે. જોકે ત્યાં પૈસા વધારે હોવાથી સામાન્ય જનતા ત્યાં જવાનું પસંદ કરતી નથી. આ ઉપરાંત અમે સ્વિમિંગ માટે ભરેલા મેમ્બરશિપના પૈસા વિશે પણ કોઈ યોગ્ય જવાબ મળી રહ્યો નથી. છેલ્લા ૧૫ મહિનાથી સ્વિમિંગ-પૂલ બંધ છે અને કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. અમારી માગણી છે કે તાત્કાલિક સંબંધિત કૉન્ટ્રક્ટર પાસેથી કેટલું કામ કર્યું છે એની માહિતી લઈને જો તે કામ કરવા સક્ષમ ન હોય તો બીજાને આપીને જલદી પૂરુ કરાવવું જોઈએ.’
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
