ઘણા લોકોના હાડકા નબળા હોય છે. જે લોકોને આવી તકલીફ હોય તેમણે ડાયટમાં આ નાના-નાના દાણા એડ કરવા જોઈએ. આ દાણાને ડાયટમાં સામેલ કરવાથી હાડકાં મજબૂત થશે અને સાથે અન્ય ફાયદા પણ થશે.
હાડકાં નબળા હોય તો હાથ-પગ ઉઠાવવા પણ મુશ્કેલ થઈ જાય છે. નાની-મોટી ઈજાથી પણ ફ્રેકચર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઘણા લોકોને હાથ, પગમાં દુખાવો પણ રહે છે. ઘણા લોકોના હાડકાં વધતી ઉંમરે પણ નબળા પડવા લાગે છે. આવું એટલા માટે પણ થતું હોય છે કે શરીરની જરૂરી કેલ્શિયમ, મેગ્નેશિયમ અને અન્ય પોષકતત્વો ન મળતા હોય આ પોષકતત્વો હાડકાને મજબૂત કરે છે.
હાડકાંની નબળાઈ દુર કરવા અને હાડકાંને મજબૂત કરવા માટે ડાયટમાં અલગ અલગ બીજનો સમાવેશ કરી શકો છો. આ બીજ ડાયટમાં સામેલ કરવાથી શરીરને કેલ્શિયમ, મેગ્નોશિયમ અને અન્ય પોષકતત્વો મળે છે. આ દાણા રોજ થોડી માત્રામાં એટલે કે મુખવાસ જેટલી માત્રામાં પણ લેવામાં આવે તો શરીરમાં ચુસ્તી-સ્ફુર્તિ આવી જાય છે.

તલ
તલના નાના નાના દાણામાં કેલ્શિયમ વધારે હોય છે. એક મુઠ્ઠી તલમાં દૂધ કરતાં અનેકગણું વધારે કેલ્શિયમ હોય છે. તેમાં મેગ્નેશિયમ, ઝિંક અને ફોસ્ફરસ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે. રોજ 1 થી 2 ચમચી તલ ખાવાથી નબળા હાડકા પણ મજબૂત થઈ જાય છે અને સાંધાના દુખાવા પણ મટે છે.
ચિયા સીડ્સ
ચિયા સીડ્સમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ઓમેગા 3 ફેટી એસિડ ભરપુર માત્રામાં હોય છે જે હાડકાંમાં ધનત્વ વધારે છે અને નબળાઈ દુર કરે છે. રાત્રે પાણીમાં પલાળી સવારે ચિયા સીડ્સ ખાવાથી પાચન પણ સારું રહે છે અને શરીરમાં એનર્જી આવે છે. ચિયા સીડ્સ રોજ 1 ચમચી જેટલા ખાઈ શકાય છે.
અળસી અને કોળાના બી
અળસી અને કોળાના બી માં ઓમેગા 3 અને કેલ્શિયમ હોય છે જે હાડકાને લચીલા અને મજબૂત બનાવે છે. કોળાના બીમાં ઝિંક, મેગ્નેશિયમ હોય છે. જે હાડકાંને થયેલા ડેમેજને ઠીક કરે છે. આ બંને વસ્તુને શેકીને તેનો ઉપયોગ કરી શકાય છે.

આ દાણાને તમે પાણીમાં પલાળીને, શેકીને અથવા દૂધ કે દહીમાં મિક્સ કરીને ખાઈ શકો છો. આ દાણાને ખાવાની શરૂઆત 1 ચમચીથી કરવી યોગ્ય છે. દિવસ દરમિયાન 2 ચમચીથી વધુની માત્રામાં આ દાણા ન ખાવા. આ દાણાને તમે સલાડ સાથે પણ લઈ શકો છો.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
