મુંબઈ મહાનગર પાલિકાએ હવાની ગુણવત્તામાં સુધારા માટે પાંચ કન્ટીન્યુઅસ એમ્બીયેન્ટ એર ક્વાલિટી મોનિટરીંગ (સીએએક્યુએમ) સ્ટેશન શહેરના વિવિધ પાંચ લોકેશન પર બેસાડવા માટે રૂા.૨૨ કરોડના ટેન્ડર બહાર પાડયા છે. આ પાંચ સ્ટેશનમાં મુલુન્ડ (ઈસ્ટ), દાદર (વેસ્ટ), ગોરેગાંવ (ઈસ્ટ), દહીંસર (ઈસ્ટ) અને ખાર (વેસ્ટ)નો સમાવેશ થાય છે. આ પાંચ એર ક્વાલિટી મોનિટરીંગ સ્ટેશન તેમજ હાલના ૨૮ સ્ટેશન સાથે કુલ સંખ્યા ૩૩ પર પહોંચશે. વાસ્તવમાં મુંબઈ શહેરમાં કુલ ૪૦ સ્થાનો પર આવાં સ્ટેશનની જરૂર છે. મનપા પાસે એક મોબાઈલ એર ક્વાલિટી મોનિટરીંગ વેન પણ છે અને વધુ ચાર મોબાઈલ વેન લેવા માંગે છે અને જ્યાં વધુ પ્રદૂષણ છે ત્યાં મૂકવામાં આવશે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
