નવઘર રોડ વિસ્તારમાં રહેતાં ૫૬ વર્ષીય રામદાસ મોરે ૧૨ ડિસેમ્બરના મુલુન્ડ (વે)માં શાકભાજી લેવા માટે આવ્યા હતા. લગભગ દોઢ વાગ્યાની આસપાસ મોરે શાકભાજી લઈને પગપાળા ઘરે જવા નીકળ્યા ત્યારે હરિઓમ સ્વીટ્સ પાસે એક અજાણ્યા માણસે તેમને મ્હાડામાં રહો છો… તમે મને કેમ ઓળખતા નથી? મેં તમને બોલાવ્યા તો પણ તમે મારી સામે જોતાં નથી… હું કાંઈ ચોર નથી.. ચાલો મારી સાથે એમ કહીને મોરેને એક ગલીમાં લઈ ગયો અને મોરેને કહ્યું કે તમારી પાસેની સોનાની ચેઈન અને પૈસા ચોરી થઈ જશે.

પર્સમાં મૂકી દો અને ત્યારબાદ ગઠિયો ઝડપથી ત્યાંથી ગાયબ થઈ ગયો. અજાણ્યા ગઠિયાના ગયા બાદ મોરેએ પર્સ ચેક કરતાં તેમાંથી રૂા. દોઢ લાખની ૧૫ ગ્રામની સોનાની ચેઈન અને રોકડ રૂા.૬૦૦ ગઠિયો લઈને નાસી છૂટ્યો હતો. મોરેને છેતરપિંડીનો ખ્યાલ આવી જતાં તેમણે રૂા.૧.૫૦ લાખની ચેઈન અજાણ્યા ગઠિયાએ તફડાવી લીધી હોવાની ફરિયાદ નવઘર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
