છેલ્લા કેટલાક સમયથી એવોકાડોને લઈને ક્રેઝ વધ્યો છે. લોકો એવોકાડોથી થતા ફાયદા વિશે જાણે તેને ડાયટમાં સામેલ કરવા લાગ્યા છે. પરંતુ ઘણા લોકો એ વાત જાણતા નથી કે એવોકાડો રોજ ખાઈ શકાય કે નહીં, તેને ખાવાની સાચી રીત શું છે. તો ચાલો આજે તમને આ અંગે જાણકારી આપીએ.
ક્રીમી ટેક્સચર અને પોષકતત્વોથી ભરપુર એવોકાડો ડાયટમાં સામેલ કરવા માટે હેલ્ધી ઓપ્શન છે. એવોકાડો શરીરની અલગ અલગ સમસ્યામાં ફાયદો કરે છે. જેમકે વજન ઘટાડવામાં, હાર્ટ હેલ્થ સુધારવામાં, શરીરને જરૂરી પોષકતત્વો પુરા પાડવામાં. આજના સમયમાં એવોકાડો એક સુપરફુડ છે.
એવોકાડને અલગ અલગ રીતે લોકો ડાયટમાં સામેલ કરતા હોય છે. જેમકે ઘણા લોકો સલાડમાં એવોકાડો ખાય છે, ઘણા લોકો સેન્ડવિચમાં એવોકાડો એડ કરે છે અને ઘણા લોકો તો સ્મુધી પીવાનું પણ પસંદ કરે છે. એવોકાડોને ચટણી એટલે કે ડીપની જેમ પણ ખાઈ શકાય છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર એવોકાડોને રોજ ખાઈ શકાય છે. જો તમે એવોકાડો રોજ ખાવ છો તો તેનાથી નીચે દર્શાવ્યાનુસારના લાભ થઈ શકે છે.

હાર્ટ
એવોકાડોમાં મોનોઅનસૈચુરેટેડ ફેટ હોય છે જે હાર્ટ હેલ્થ માટે બેસ્ટ છે. તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે અને ગુડ કોલેસ્ટ્રોલ વધે છે. તેનાથી હાર્ટ સંબંધિત બીમારી થવાનું જોખમ ઓછું થાય છે.
પાચન
એવોકાડમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. એવોકાડો પાચનતંત્રને સ્વસ્થ રાખી પેટની સમસ્યા દુર કરવામાં મદદ કરે છે. રોજ મર્યાદિત માત્રામાં એવોકાડો ખાવઆથી કબજિયાતની સમસ્યા મટી શકે છે. એવોકાડો પેટને લાઈટ રાખે છે અને આંતરાડાનું સ્વાસ્થ્ય સુધારે છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
