શિયાળામાં એવી વસ્તુઓ ખાવી જોઈએ જે શરીરની ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરે. જો ઈમ્યૂન સિસ્ટમ વીક હોય તે વારંવાર બીમાર પડે છે. તેવામાં આજે તમને એવા જ્યૂસ વિશે જણાવીએ જેને તમે રુટીનમાં સામેલ કરશો તો શિયાળામાં શરીર હેલ્ધી અને એનર્જીથી ભરપુર રહેશે.
ઠંડી ધીરે ધીરે વધી રહી છે આ દિવસોમાં શરીરનું વધારે ધ્યાન રાખવું પડે છે. કડકડતી ઠંડીમાં આહારમાં પણ ફેરફાર કરવા જરૂરી થઈ જાય છે. આ સમયે એવી વસ્તુઓ ખાવી જોઈએ જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે જેના કારણે શિયાળામાં હેલ્થી રહી શકાય. આજે તમને એવી વસ્તુઓ વિશે જણાવીએ જે શરીરની ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરવાનું કામ કરે છે, જો આ વસ્તુ તમે રોજ ખાવાનું શરૂ કરશો તો વારંવાર બીમાર નહીં પડો.
શિયાળામાં હેલ્ધી અને ફિટ રહેવા માટે તમે આમળા અને દાડમનું જ્યુસ પી શકો છો. ડેલી રૂટીનમાં આ બે વસ્તુના જ્યૂસનો સમાવેશ કરવાથી ઈમ્યૂન સિસ્ટમ મજબૂત થશે અને તમે વારંવાર બીમાર નહીં પડો. આ જ્યુસ પીવાથી શરદી, ઉધરસ જેવી સમસ્યાથી રાહત મળે છે. શિયાળામાં જે વ્યક્તિ આ જ્યુસ પીવાનું રાખે છે તે હેલ્ધી રહે છે. તેથી જ આમળા અને દાડમના જ્યુસને પરફેક્ટ હેલ્થ ટોનિક કહેવામાં આવે છે.

દાડમ અને આમળાને મિક્સ કરીને જે જ્યુસ બનાવવામાં આવે છે તેમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને ફાયદા કરે છે સ્વાદિષ્ટ બને છે અને તેમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે.
દાડમ અને આમળાને મિક્સ કરીને જે જ્યુસ બનાવવામાં આવે છે તેમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને ફાયદા કરે છે સ્વાદિષ્ટ બને છે અને તેમાં ભરપૂર માત્રામાં એન્ટિઓક્સિડન્ટ પણ હોય છે.
Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
