પહેલાં પ્રવાસીઓની ઓછી સંખ્યા, વારંવાર ટેકનિકલ ખરાબીના કારણે ગ્રહણ લાગવાથી બંધ કરવામાં આવેલી મોનો રેલની સેવા ફરીથી ક્યારે શરૂ થશે એ બાબતે હજી અનિશ્ચિતતા છે. લગભગ અઢી મહિનાથી મોનોરેલની સેવા બંધ છે. અત્યારે મોનોના ટ્રેક પર નવી 10 ટ્રેનનું પરીક્ષણ ચાલુ છે. સેવા પૂર્વવત શરૂ કરવા બાબતે મહામુંબઈ મેટ્રો કોર્પોરેશન પાસે જવાબ ન હોવાથી મોનોના નિયમિત પ્રવાસીઓ દ્વિધામાં છે.
11 વર્ષ પહેલાં મુંબઈગરાની સેવામાં શરૂ થયેલી મોનોરેલ સેવાને મહાયુતીના સમયમાં ટેકનિકલ ખરાબીઓનું ગ્રહણ લાગ્યું. ટ્રેનની યોગ્ય દેખભાળ કરવામાં ન આવી હોવાથી ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં મોનોમાં વારંવાર ખરાબી થઈ અને પ્રવાસીઓની સુરક્ષા બાબતે ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો. મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણ અને મહામુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશનની નિષ્ફળતા છતી થઈ. એ પછી મોનોરેલની સેવા અચાનક બંધ થઈ.

આ સેવા બે મહિનામાં પૂર્વવત શરૂ થવા અપેક્ષિત હતું. પણ ગયા મહિને પરીક્ષણ દરમિયાન નવી ટ્રેનનો એક ડબ્બો ઉડીને બીજા બીમ પર અથડાયો. તેથી મોનોરેલના પુનરાગમનની અનિશ્ચિતતા વધી છે. અત્યારે નવી 10 ટ્રેનના પરીક્ષણ ચાલુ છે. જો કે સેવા ક્યારથી શરૂ થશે એ ચોક્કસ જણાવી શકતો નથી એમ સંબંધિત વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
મોનોરેલની સેવા બંધ થયાથી ચેંબુર, વડાલા પરિસરના પ્રવાસીઓની સખત હેરાનગતિ થઈ રહી છે. નિયમિત પ્રવાસીઓએ હાર્બર, મધ્ય રેલવેનો ઉપયોગ કરીને ઈચ્છિત સ્થળે જવું પડે છે. પ્રવાસીઓ અત્યારે મહામુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશનની હેલ્પલાઈન પર ફોન કરીને મોનોરેલની સેવા ફરીથી ક્યારે શરૂ થશે એ બાબતે વારંવાર પૂછી રહ્યા છે.

Join Gurjarbhoomi Group & get Daily Updates, News & Many more…
ગુર્જરભૂમિ ન્યૂઝપેપરની ફ્રી ઈ-કોપી રેગ્યુલર મેળવવા નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને જોડાઓ ગુર્જરભૂમિના whatsapp કમ્યુનિટીમાં અને દરરોજ મેળવો તાજા સમાચાર અને બીજું ઘણું બધું https://chat.whatsapp.com/JBcuZPbs8c13mKBrrfFfga
For more details… Contact 9322529232 / 9324483455
